Gujarat Education System Fail અતુલ તિવારી/અમદાવાદ :  રાજ્યની સૌથી જૂની અને મોટી ગુજરાત યુનિવર્સિટી કૌભાંડોનો અડ્ડો બની ગઈ છે. અહીં શિક્ષણ સિવાય બાકી બધુ થઈ રહ્યું છે. ચેપ્ટર કરતા અહી રાજકારણ અને કૌભાંડોના લેશન ચાલી રહ્યા હોય તેવુ લાગે છે. આવામાં ઝી 24 કલાકે ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કૌભાંડોને ખુલ્લા પાડ્યા હતા. આવામાં અમે GMDC પાસે આવેલું ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન સેન્ટર અને મેદાન હજુય લલ્લુજી એન્ડ સન્સના કબ્જામાં છે તેનો ખુલાસો કર્યો હતો. ત્યારે હવે ઝી 24 કલાકના અહેવાલની મોટી અસર થઈ છે. આ અંગે મોટું પગલુ લેવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૌભાંડ નંબર-2 માં અમે કર્યો હતો આ ખુલાસો 
GMDC પાસે આવેલું ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન સેન્ટર અને મેદાન, ભાડાના 40 કરોડ બાકી, હજુય લલ્લુજી એન્ડ સન્સના કબ્જામાં...

GMDC પાસે આવેલું છે ગુજરાત યુનિવર્સીટીનું મેદાન અને ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન સેન્ટર. આ જગ્યા 5 વર્ષ માટે લલ્લુજી એન્ડ સન્સને MoU કરીને આપવામાં આવી. જેનું 1 કરોડ રૂપિયા ભાડું નક્કી થયું હતું. પરંતુ ફેબ્રુઆરી 2020 થી ભાડાની એકપણ રૂપિયાની રકમ લલ્લુજી એન્ડ સન્સ દ્વારા ગુજરાત યુનિવર્સીટીને ચૂકવવામાં ના આવી. 5 વર્ષનો કરાર પણ એપ્રિલ 2023માં પૂર્ણ થઈ ગયો, એ વાતને 3 મહિનો વીતવા છતાંય કરોડો રૂપિયાની ગુજરાત યુનિવર્સીટીની સંપત્તિ હજુ પણ લલ્લુજી એન્ડ સન્સ હસ્તક છે. અંદાજે 40 કરોડ રૂપિયા જેવી રકમ ગુજરાત યુનિવર્સીટીને ચુકવવામાં નથી આવી. આ સિવાય લાખો - કરોડોનું નુકસાન કન્વેનશન સેન્ટરમાં યુનિવર્સીટીની સંપત્તિને થયું છે. જેની ભરપાઈ પણ લલ્લુજી એન્ડ સન્સ દ્વારા ના કરવી પડે એવી ગોઠવણ કેટલાક સિન્ડિકેટ સભ્યો દ્વારા કરી આપવામાં આવી હોય તેવી ચર્ચા કર્મચારીઓના મુખે સાંભળવા મળે છે. અનુભવી કર્મચારીઓ કહે છે કે, લલ્લુજી એન્ડ સન્સને 40 કરોડ જેવી રકમ ના ચૂકવવી પડે, તેવી વ્યવસ્થા ગોઠવી આપવામાં કેટલાક યુવા સભ્યો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. જેમાં ગુજરાત યુનિવર્સીટીને માત્ર આર્થિક નુકસાની જ થઈ રહી છે. લલ્લુજી એન્ડ સન્સને ચુકવવાની થતી 40 કરોડ રૂપિયાની રકમ મામલે ગુજરાત યુનિવર્સીટીએ એક કમિટી પણ બનાવી હતી, જેના રિપોર્ટના આધારે તાત્કાલિક નિર્ણય લેવા એક સભ્ય દ્વારા રજિસ્ટ્રારને ભૂતકાળમાં પત્ર પણ લખવામાં આવ્યો હતો.


શું પાટીલ થશે રીપિટ? ભાજપ પ્રદેશ અધ્યક્ષનો કાર્યકાળ પૂરો, દિલ્હીનું નરો વા કુંજરો વા


ઝી 24 કલાકના અહેવાલ બાદ શું એક્શન લેવાયું 
ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન સેન્ટર અને મેદાન પરત લેવાની કામગીરી શરૂ કરાઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી ભાડું ના ચૂકવાનાર લલ્લુજી એન્ડ સન્સ પાસેથી 3 કરોડ રૂપિયા ગુજરાત યુનિવર્સીટી મેળવશે. કન્વેનશન સેન્ટરનું રીનોવેશન ગુજરાત યુનિવર્સીટી પોતાના બજેટમાંથી કરશે. આ વિશે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું કે, કન્વેનશન સેન્ટરના રીનોવેશન માટે કન્સલટન્ટની નિમણુક ગુજરાત યુનિવર્સીટી દ્વારા કરાઈ છે. અંદાજે 7 કરોડ જેટલો ખર્ચ કન્વેનશન સેન્ટરના રીનોવેશન પાછળ ગુજરાત યુનિવર્સીટીનો ખર્ચ થશે. ઓક્ટોબર મહિના સુધીમાં ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન સેન્ટર અને મેદાન સંપૂર્ણ રીતે ગુજરાત યુનિવર્સીટી પોતાને હસ્તક લેશે. 


અમદાવાદના પાટીદાર પરિવારનો એકનો એક દીકરો લંડનમાં ગુમ, ચાર દિવસથી કોઈ અત્તોપત્તો નથી


નવા કુલપતિ દ્વારા પગલા લેવાયા 
ઉલ્લેખનીય છે કે, 5 વર્ષ માટે ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન સેન્ટર અને મેદાન 5 વર્ષ માટે લલ્લુજી એન્ડ સન્સને ગુજરાત યુનિવર્સીટી દ્વારા ભાડે આપવામાં આવ્યું હતું. એપ્રિલ મહિનામાં મુદ્દત થઈ છે પૂર્ણ, પરંતુ ગુજરાત યુનિવર્સીટીએ મેદાન અને કન્વેનશન સેન્ટર પોતાને હસ્તક લીધુ ન હતું. કરાર પૂર્ણ થયાને 4 મહિના વીત્યા બાદ આખરે નવા કુલપતિ દ્વારા કન્વેનશન સેન્ટર અને મેદાન પરત લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 


દુશ્મન ના કરે એવુ કામ સાસુ-સસરાએ કર્યું, વહુ-દીકરાની ઈજ્જત રૂપિયા માટે વેચી નાંખી


ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ નીરજા ગુપ્તાએ કહ્યું કે મેદાન અને કન્વેનશન સેન્ટર પરત લેવા માટે કમિટી બનાવી હતી, જેનું નેતૃત્વ પોતે કર્યું હતું. એપ્રિલ સુધીમાં પાછળના હિસાબો બાકી હતા એ અંગે તપાસ કરાઈ છે. મેદાનમાં કેટલીક સ્પોર્ટ્સ એકેડમી ચાલી રહી છે, જે માટે અમારા તરફથી નોટિસ આપવામાં આવી છે. આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણ પઝેશન ગુજરાત યુનિવર્સીટી પોતાને હસ્તક કરશે. મેદાનનું EOI કાઢવામાં આવશે, સિન્ડિકેટ બેઠકમાં જે અંગે ચર્ચા પણ થઈ છે. 


કુલપતિ નીરજા ગુપ્તાએ કહ્યું કે, કન્વેન્શન સેન્ટરનું રીનોવેશન કરવામાં આવશે, તમામ પ્રક્રિયા ચાલી રહી છે, મેદાન હજી અમારા હસ્તક આવ્યું નથી પરંતુ યુનિવર્સિટીને નુકસાન ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરશે. રીનોવેશનનો ખર્ચ અંદાજે 7 કરોડ જેટલો થશે, ગુજરાત યુનિવર્સીટી આ ખર્ચ પોતે ઉઠાવશે. રીનોવેશન માટે જરૂરિયાત અંગે કન્સલ્ટન્ટ દ્વારા રિપોર્ટ અપાશે ત્યારબાદ અંતિમ નિર્ણય થશે.


પાણીદાર ગુજરાત : આ વર્ષે કચ્છ એવું ભીંજાયું કે 136.06% વરસાદ નોંધાયો