દુશ્મન ના કરે એવુ કામ સાસુ-સસરાએ કર્યું, વહુ-દીકરાની ઈજ્જત રૂપિયા માટે વેચી નાંખી
Rajkot News : રાજકોટમાં રૂપિયા કમાવવા માવતર જ બન્યા કમાવતર... રાજકોટના ભક્તિનગર વિસ્તારની ચોંકાવનારી ઘટના... રૂપિયા કમાવવા પુત્ર-પુત્રવધૂના ઉતાર્યા વીડિયો
Trending Photos
Rajkot Crime News દિવ્યેશ જોશી/રાજકોટ : ભદ્ર સમાજને લાંછન લગાવતો કિસ્સો રાજકોટમાં બન્યો છે. પુત્ર-પુત્રવધુના અંગતપળોના વિડીયો સાસુ-સસરા ઉતારી વેબસાઈટ ઉપર ચડાવતા હતા. પતિ અને સસરા રૂપિયા કમાવવાની લાલચે વેબસાઈટ ઉપર વિડીયો અપલોડ કરતા હતા. પુત્રવધુના સેક્સ વીડિયો વેબસાઈટમાં અપલોડ કરી ક્રીપટો કરન્સી માધ્યમથી રૂપિયા કમાવાતા હતા. ત્યારે સાઇબર ક્રાઇમ પોલીસે પુત્રવધુના રૂમમાં લગાવેલ સીસીટીવી કેમેરા, સેક્સ ટોયઝ અને એવા પ્રકારના કપડા કબજે કર્યા છે.
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો કે જે રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યને હચમચાવી દેનાર છે. અહીં આ બનાવમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો છે. જેમાં એક 21 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સાસુ તેમજ સસરા વિરુદ્ધ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે આઇપીસી 356 ડી, આઈટીએક્ટ, 114 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. પરણીતાએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે. આરોપીઓ શહેરની જૂની તેમજ નામાંકિત હોટલ સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. તો સાથે જ ખૂબ જ પૈસા પાત્ર હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા પતિ સાસુ અને સસરા સહિત ત્રણેય ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ તેમને કોર્ટમાં રિમાન્ડ અર્થે પણ રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપીઓના વોલેટમાં કેટલા ટોકન જમા થયા છે. તેમજ આરોપીઓનું મૂળભૂત હેતુ પરિણીતાને એક્સપ્લોઇડ કરવાનો હતો કે પછી રૂપિયા મેળવવાનો હતો તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.
સુખી સંપન્ન તેમજ ઉચ્ચ કોટી પરિવારનું હલકી કક્ષાનું કૃત્ય..
આજકાલના યુગમાં લોકો પૈસા કમાવવા માટે ગમે તે હદ વટાવી દે છે પરંતુ રાજકોટમાં સંબંધોની તમામ હદ વટાવનાર પરિવાર કે જે પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ સુખી સંપન્ન છે અને તે કરોડો રૂપિયાની પ્રોપર્ટી પણ ધરાવે છે પરંતુ આ પરિવાર કે જે રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહે છે અને ઉચ્ચ કોટીના છે. ત્યારે તેમણે પૈસા કમાવા માટે પોતાની પુત્રવધુના અંગત પળોના વીડિયો કે જે સૌપ્રથમ મોબાઇલમાં ઉતારવામાં આવતા હતા. ત્યારબાદ પુત્રવધુએ આ બાબતનો પ્રતિકાર કરતા તેને ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ સ્ટાઇલમાં કઈ રીતે પોતાના પતિ સાથે અંગત પળો માણવા તે માટે સસરા દ્વારા દબાણ કરવામાં આવતું હતું અને તે તમામ વીડિયો સેક્સ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવતા હતા ઉપરાંત અંદાજે 10 વખત અંગત પળોનું લાઈવ પણ કરવામાં આવ્યું હતું જે બદલ બીટકોઈન મારફતે સારા એવા રૂપિયા પણ મળતા હતા.
21 વર્ષે યુવતી ફરિયાદ નોંધાવા પહોંચી ત્યારે પોલીસ પણ ચોકી ઉઠી
રાજકોટના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એક 21 વર્ષીય યુવતી ફરિયાદ નોંધાવવા માટે પહોંચી હતી ત્યારે તેના દ્વારા સાયબર ક્રાઇમ સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે, તેનો પતિ તેના સાથે બેડરૂમમાં જે અંગત પળો માને છે તે તમામ તેના સસરા દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવે છે અને તેને રૂપિયા કમાવાના ઇરાદે થી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે ત્યારે પોલીસ પણ આ સમગ્ર ઘટના જાણી થોડી ક્ષણ માટે ચોકી ઉઠી હતી અને પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને પણ એવું લાગી રહ્યું હતું કે કદાચ આ યુવતી જે વાતો કરી રહી છે. તેમાં ક્યાંક ને ક્યાંક અતિશયોક્તિ પણ હોઈ શકે. પરંતુ પોલીસ દ્વારા આ બાબતે યુવતીના નિવેદન પરથી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવતા પોલીસે યુવતીના બેડરૂમમાંથી સીસીટીવી કેમેરા, સેક્સ ટોયસ સહિતના સંસાધનો કબજે કરી યુવતીના પતિ સસરા અને સાસુની અટકાયત કરવામાં આવી છે.
સસરા લાઈવ સેકસ માટે દબાણ કરતા હતા
આરોપી પતિ,સસરા અને સાસુ https://www.chaturbateapp.com નામની વેબસાઈટ પર ભોગ બનનારને લાઈવ સેક્સ કરવા માટે મજબૂરન રીતે ફરજ પાડવામાં આવતી હતી. ઉપરાંત એપ્લિકેશન પર પોતાનું આઈડી બનાવી લાઈવ સેક્સ બતાવવા બદલ વ્યૂઅર તરફથી ટોકન મળતા હોઈ છે. વ્યૂઅર જ્યારે કોઈ પણ વિડિયો જોતા હોય ત્યારે તેમને સેન્ડ ટીપ કરી ઓપ્શન આપવામાં આવતું હોય છે. ટીપ સેન્ડ કરવા માટે વેબસાઈટમાં એકાઉન્ટ બનાવવું ફરજિયાત છે. જે ટોકન સેન્ડ કરવામાં આવતા હોય છે. તે જે તે વ્યક્તિને ક્રિપ્ટો કરન્સીમાં બતાવતા હોય છે. ત્યારબાદ જે તે વ્યક્તિ તે ક્રીપ્ટો કરન્સીને પોતાના દેશની કરન્સીમાં કન્વર્ટ કરાવી લેતા હોય છે.
રાજકોટમાં ભદ્ર સમાજને લાંછન લગાવતો જે કિસ્સો બન્યો છે તેનાથી રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યના લોકો હચમચી ઉઠ્યા છે જે સસરાને પિતા ગણવામાં આવતા હોય છે તે જ પિતાએ પુત્રવધુને બળજબરીથી અંગત પળોના વિડીયો માટે દબાણ કર્યું તેમજ સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનાક્રમમાં પતિએ પણ સાથ આપ્યો જેથી ના છૂટકે ૨૧ વર્ષીય પુત્રવધુ કે જેણે સેક્સ વેબસાઇટ પર પોતાનું શરીર મુકવા મજબૂર થવું પડ્યું હતું અને સૌથી મહત્વની વાત એ છે કે આ પરિવારે પૈસા કમાવવાના આશ્રય થી નહીં પરંતુ મોજ મજા માટે આ કૃત્ય આચરતા હતા કેમકે આ પરિવાર પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ સુખી સંપન્ન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે