Zee 24 Kalak Reality Check હિતલ પારેખ/ગાંધીનગર : સરકારી કચેરીઓમાં જનતા પોતાના કામ કરાવવા માટે ઉમ્મીદથી જાય છે. જનતા સવારથી સરકારી કચેરીઓમાં પહોંચી જાય છે. જો કે વાત એમ છે કે જનતા તો સરકારી કચેરી સમયસર પહોંચી જાય છે. પણ સરકારી બાબુઓ ક્યારેય પહોંચતા નથી. ઉઠબેસ ન કરવાની બીકે વિદ્યાર્થીઓ પણ શાળામાં સમયસર પહોંચી જાય છે, પરંતુ સરકારી બાબુઓના કાન મરોડવા કોઈ ન હોવાથી તેઓ ક્યારેય સમયસર ઓફિસ પહોંચતા નથી. આજે અમે આપને બતાવી રહ્યા છે એટલે કે ZEE 24 કલાક તમને બતાવી રહ્યું છે સરકારી બાબુઓની આળસ, સરકારી બાબુઓની લેટલતીફીનું રિયાલિટી ચેક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયાલિટી ચેકમાં 90 ટકા ઓફિસ ખાલી
રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓ માટે ઓફિસ સમય સવારના 10:30થી 6:10 સુધીનો હોય છે. પરંતુ સરકારી બાબુઓ ક્યારેય સમયસર ઓફિસે પહોંચતા નથી. ત્યારે ઝી 24 કલાકની ટીમ રિયાલિટી ચેક માટે આરોગ્ય વિભાગની કચેરી પહોંચી. જેમાં સામે આવ્યું કે સમય થઈ ગયો હોવા છતાં 90 ટકા ઓફિસ ખાલી હતી. સરકારી કર્મચારી અને અધિકારીઓ વિનાની ખાલી ઓફિસ હતી. ગાંધીનગરથી જ સમયસર ઓફિસ આવવા માટેનો આદેશ થતો હોય છે પરંતુ રિયાલિટી ચેકમાં તે જ જગ્યાએ અમલ ન થતો હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ સીધી રીતે પ્રજા સાથે જોડાયેલો વિભાગ છે. જો ત્યાં જ આ પ્રકારની સ્થિતિ હોય તો પછી બીજી સરકારી કચેરીઓની શું સ્થિતિ હશે તે સમજી શકાય છે.   


આ પણ વાંચો : 


બાબુલાલ નીકળ્યા કલાકાર! BJP કાર્યકરોનો રોષ જોઈ બાબુ જમનાએ પલટી મારી, ભારે નાટક કર્યા


ડઝનબંધ પદ રાખી રૂઆબ રાખતા નેતાઓની પાંખો કાપી લેવાશે, ગુજરાતમાં ભાજપમાં નવાજૂની થશે


ગામડાઓમાં સરાકરી બાબુઓ બપોર સુધી ઓફિસમાં ફરકતા નથી
સરકારી બાબુઓ ઘડિયાળના કાંટે નહીં પણ પોતાના સમયથી ઓફિસ આવે છે અને જાય છે. સવારે સાડા દસ વાગ્યે કોઈ સરકારી કર્મચારી ઓફિસમાં પહોંચતા નથી. જનતા સાહેબની રાહ જુએ છે અને બાબુ પોતાની મસ્તીમાં, પોતાના ટાઈમે ઓફિસ આવે છે. સરકારી કર્મચારીઓનો ઓફિસ ટાઈમ સાડા દસ વાગ્યાનો છે જો કે કર્મચારીઓ આ ટાઈમને ઘોળીને પી ગયા છે સરકારી બાબુઓતો પોતાના સમયે જ ઓફિસ આવે છે. જે જનતા ટેક્સ ભરે છે, જનતાના ટેક્સના પૈસે બાબુઓને પગાર મળે છે. એ જનતા ધક્કા ખાય છે. અને બાબુઓ પોતાની મસ્તીમાં મસ્ત બનીને ઓફિસ આવે છે. શહેરોમાં તો બાબુઓની લેટલતીફી છે જ પણ ગામડાઓમાં તો શહેરો કરતા પણ ભયંકર હાલ છે. ગામડાઓમાં તો સરાકરી બાબુઓ બપોર સુધી ઓફિસમાં ફરકતા નથી. ઓફિસ ટાઈમ દરમ્યાન સરકારી કર્મચારીઓ ટેબલ પર હોતા નથી. સવાલ એ છે કે સરકારી કર્મચારીઓને સમયપાલનનું ભાન કોણ કરાવશે?


ગુજરાતના 10 જિલ્લા જોશીમઠ જેવા, ગમે ત્યારે જમીનમાં સમાશે, રિપોર્ટ સરકારની ઊંઘ ઉડાડશે