સાવધાન! અમદાવાદમાં નાની દુકાનો થઈ રહી છે ટાર્ગેટ! આરોપીઓ ચોરી કરી મચાવી રહ્યા છે આતંક
આરોપી વિજય અમદાવાદના મેમનગર પાસે આવેલ ગોપાલ નગરમાં રહે છે. જ્યારે આરોપી રાજકુમાર ઉર્ફે લાલો મૂળ રાજસ્થાન નો રહેવાસી છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરના પોષ વિસ્તારમાં નાની નાની દુકાનોમાં ચોરી કરી તરખાટ મચાવનાર બે આરોપીઓની ઝોન 1 એલસીબીએ ધરપકડ કરી છે. વસ્ત્રાપુર નારણપુરા અને સોલા વિસ્તારમાં નાની દુકાનોને ટાર્ગેટ કરી ચોરી કરનાર કોણ છે.
ગુજરાતમાં સરકારી ભરતી મામલે મોટા સમાચાર, 30 હજાર સરકારી શિક્ષકોની પડશે જાહેરાત
પોલીસ કસ્ટડીમાં ઉભેલા બંને આરોપીઓના નામ વિજય ઠાકોર અને રાજકુમાર ઉર્ફે લાલો આહારી છે. આરોપી વિજય અમદાવાદના મેમનગર પાસે આવેલ ગોપાલ નગરમાં રહે છે. જ્યારે આરોપી રાજકુમાર ઉર્ફે લાલો મૂળ રાજસ્થાન નો રહેવાસી છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે. દુકાનોમાં ચોરી કરવાના ગુનામાં આ બંને આરોપી ઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ એ એક મહિનામાં વસ્ત્રાપુર નારણપુરા અને સોલા વિસ્તારમાં બાર દુકાન ના શટર તોડી ને ચોરીને અંજામ આપી નાસ્તા ફરતા હતા. જોકે આરોપીઓનો આ કીમિયો લાંબો સમય ન ચાલ્યો અને અંતે પોલીસની ઝપટમાં આવી ગયા.
જાડેજા મેદાનમાં તો રિવાબા જામનગરની પીચ પર ફટકારી રહ્યાં છે ચોગ્ગા- છગ્ગા, છોટાકાશીની
આરોપીઓના ગુનાની મોર્ડસ ઓપરેન્ટી નજર કરીએ તો ચોરી કરવા માટે એવી દુકાનો ટાર્ગેટ કરતા હતા કે જ્યાં સીસીટીવી લાગેલા ન હોય. જેથી કરીને આરોપીઓ સરળતાથી ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતા હતા પરંતુ પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ ના આધારે આરોપી ઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નશા બંધાણી છે અને નશાના પૈસા ખૂટી જતાં ચોરીને અંજામ આપતા હતા. એટલું જ નહીં આરોપી વિજય ઠાકોર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એક મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો.
સ્ટંટબાજો ભૂલ્યા કાયદાનું ભાન, ટ્રાફિકથી વ્યસ્ત રહેતા SG હાઇવે પર યુવકે કર્યા સ્ટન્ટ
હાલ તો પોલીસે આરોપી ઓની ધરપકડ કરી અન્ય કોઈ જગ્યા એ છોડીને અંજામ આપ્યું છે કે કેમ સાથે જ અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે. આરોપીઓના રિમાન્ડ બાદ જ આ તમામ સત્ય બહાર આવશે.
આ આગાહીથી વધી જશે ધબકારા! આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ! સમગ્ર ગુજરાતમાં 5 દિવસ 'ભારે'