30 હજાર સ્વંયસેવકો પર ઝાડયસની વેક્સીનનું ત્રીજા ફેઝનું ટ્રાયલ કરાશે
- ZyCov-D વેક્સીનનો પ્રથમ અને બીજું ટ્રાયલ સફળ રહ્યાનું ઝાયડસ તરફથી કહેવામાં આવ્યું
- ZyCov-D વેક્સીન બીજા ફેઝમાં 1000 જેટલા વોલેન્ટિયર્સને અપાઈ હતી
અતુલ તિવારી/અમદાવાદ :ભારતીયો આતુરતાથી કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યાં છે. તેમાં પણ વેક્સીન (vaccine) મામલે ભારત આત્મનિર્ભર બન્યું છે. ભારતમાં ત્રણ કંપનીઓ કોરોના વેક્સીન બનાવી છે. જેની તાજેતરમાં જ પીએમ મોદી (narendra modi) એ મુલાકાત કરીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે ગુજરાતની કંપની ઝાયડસ કેડિલા (zydus cadila) પણ તેમાં સામેલ છે. ઝાયડસ કેડિલા દ્વારા બનાવાયેલી કોરોના વેક્સીનને લઈ સારા સમાચાર આવ્યા છે. ઝાયડસની ZyCov-D વેક્સીન પણ સફળ થઈ રહ્યાનો દાવો કરાયો છે. ઝાયડસ કેડિલાએ ZyCov-D વેક્સીનના ત્રીજા ફેઝના પરિક્ષણ માટે પરવાનગી માંગી છે.
આ પણ વાંચો : ઝાલોદ-લીમડી હાઈવે પર કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે જોરદાર ટક્કર, કારમાં સવાર 3માંથી એકનું મોત
રાષ્ટ્રપતિ કોવિંદ દીવ મહોત્સવમાં હાજરી આપશે, રેડ કાર્પેટમાં કરાશે સ્વાગત
ત્રીજા ફેઝનું પરીક્ષણ 30,000 વોલેન્ટિયર્સ પર કરાશે
ZyCov-D વેક્સીનના ત્રીજા ફેઝનું પરીક્ષણ 30,000 વોલેન્ટિયર્સ પર કરાશે. ZyCov-D વેક્સીન બીજા ફેઝમાં 1000 જેટલા વોલેન્ટિયર્સને અપાઈ હતી. અત્યાર સુધી કરાયેલા ટ્રાયલના પરિણામો ઇન્ડિપેન્ડન્ટ ડેટા સેફ્ટી મોનિટરીંગ બોર્ડ - DSMB ને રજૂ કરાયા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDSCO ને પણ ટ્રાયલના પરિણામો સોંપવામાં આવ્યા છે. ZyCov-D વેક્સીન એ DNA બેઝ્ડ હોવાથી તેને વધારે ઠંડકની જરૂર નહિ રહે. જોકે ત્રીજો ફેઝ સફળ થાય અને ZyCov-D વેક્સીનને કોઈપણ રિમોટ લોકેશન સુધી મોકલવી હશે તો અન્ય વેક્સીનની મુકાબલે સરળતાથી મોકલી હોવાનો દાવો કરાયો છે.