ઝાલોદ-લીમડી હાઈવે પર કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે જોરદાર ટક્કર, કારમાં સવાર 3માંથી એકનું મોત

ગુજરાતમાં ઠંડીની મોસમમાં સૌથી વધુ અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતભરમાં અનેક સ્થળોએ અકસ્માતો (accident) ના બનાવ બનતા રહે છે. ત્યારે મોડી રાત્રે ઝાલોદ-લીમડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ઝાલોદ-લીમડી હાઈવે પર કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે જોરદાર ટક્કર, કારમાં સવાર 3માંથી એકનું મોત

હરીન ચાલીહા/દાહોદ :ગુજરાતમાં ઠંડીની મોસમમાં સૌથી વધુ અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ગુજરાતભરમાં અનેક સ્થળોએ અકસ્માતો (accident) ના બનાવ બનતા રહે છે. ત્યારે મોડી રાત્રે ઝાલોદ-લીમડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

dahod_accident_zee2.jpg

પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાલોદ-લીમડી હાઈવે રોડ પર મોડી રાત્રે વરોડ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત એવી જોરદાર ટક્કર સર્જાઈ હતી કે, કારનો બૂકડો બોલાઈ ગયો હતો. ગંભીર અકસ્માતમા કારમાં સવાર ત્રણ શખ્સો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં એક શખ્સનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે શખ્સોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news