Ghee Benefits: ઘી દરેક ઘરમાં હોય છે. શુદ્ધ દેશી ઘી શરીર માટે અમૃત સમાન ગણાય છે. દરેક ઘરમાં ઘીનો ઉપયોગ થાય છે. ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દાદી-નાનીના સમયથી કેટલાક ઘરેલુ નુસખામાં પણ ઘીનો ઉપયોગ થાય છે. ઘી ભોજનનો સ્વાદ વધારે છે અને તેના પોષકતત્વો શરીરને પણ ફાયદો કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ઘીનો ઉપયોગ ફક્ત ભોજનમાં જ કરવા માટે નથી. ઘીનો ઉપયોગ રોજ સવારે વાસી મોઢે કરવામાં આવે તો તે વધારે લાભદાયક સાબિત થાય છે. જો રોજ સવારે તમે એક ચમચી ઘી પણ પીવાની શરુઆત કરો છો તો તેનાથી શરીરની 6 સમસ્યાઓ દવા વિના જ મટી જાય છે. તો ચાલો જાણી લો ઘી સવારે લેવાથી કયા કયા ફાયદા થાય છે. 


વાસી મોઢે ઘી ખાવાના ફાયદા


આ પણ વાંચો: Heatwave: હીટવેવ દરમિયાન પણ રહેવું હોય હેલ્ધી તો આ વાતનું ધ્યાન રાખવું સૌથી જરૂરી


વજન ઘટે છે


એવી માન્યતા છે કે ઘી ખાવાથી વજન વધે છે. પરંતુ ઘી બોડી ફેટ ઓછું કરવામાં મદદ કરે છે. ઘીમાં બ્યૂટેરિક એસિડ હોય છે જે ફેટને ઘટાડવામાં મદદ કરે છે. જો કે વધારે પ્રમાણમાં ઘી ખાવાનું પણ ટાળવું જોઈએ. પરંતુ રોજ સવારે 1 ચમચી ઘી લઈ શકાય છે. 


સ્કીનને થશે ફાયદા


જો તમે ચમકતી ત્વચા મેળવવા માંગો છો તો ઘી મદદરુપ સાબિત થશે. ઘીમાં ફેટી એસિડ હોય છે જે ત્વચા માટે જરૂરી હોય છે. તેના કારણે સ્કિન હાઈડ્રેટેડ રહે છે. તેનાથી સ્કિન પર ફાઈનલાઈન્સ, કરચલીયો ઓછી થાય છે. તેનાથી સ્કીનની ડ્રાયનેસ પણ દુર થાય છે.  


આ પણ વાંચો: આ નાનો છોડ છે રોગનો દુશ્મન, દર્દમાં આપે છે રાહત : પાઈલ્સ સહિત અનેક રોગો માટે રામબાણ


વાળ ચમકદાર બને છે


ઘી વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. ઘીમાં ફેટી એસિડ હોય છે જે વાળને નેચરલી કંડિશનિગ કરે છે. સવારે ખાલી પેટ એક ચમચી ઘી નિયમિત ખાવાથી વાળ પર ચમક દેખાવા લાગે છે અને વાળ ખરતા અટકે છે. 


સાંધાના દુખાવા


ઘી ખાવાથી સાંધાને લ્યૂબ્રિકેશન મળે છે. તેનાથી ઘુટણ અને શરીરના અન્ય સાંધામાં ઘસારો લાગતો નથી. તેમાં રહેલા એન્ટી ઈંફ્લેમેટરી ગુણ સોજો ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી સાંધાના દુખાવા ઘટે છે અને હાડકા મજબૂત થાય છે. 


આ પણ વાંચો: Heart Attack: કોઈને હાર્ટ એકેટ આવે ત્યારે આ રીતે આપવી પ્રાથમિક સારવાર


હાર્ટ રહે છે હેલ્ધી


ઘી ખાવાથી હાર્ટને સૌથી વધુ ફાયદો થાય છે. તેમાં હેલ્ધી ફેટ્સ હોય છે જે ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. તેનાથી હાર્ટની બીમારીઓ થવાનું જોખમ ઘટે છે. આ ઉપરાંત તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને હાર્ટને હેલ્ધી રાખે છે. 


પાચન સુધરે છે.


ખાલી પેટ એક ચમચી ઘી લેવાથી ગટ હેલ્થ સુધરે છે. ખાલી પેટ ઘી ખાવાથી આંતરડામાં લ્યૂબ્રિકેશન પણ વધે છે જેના કારણે ભોજન સરળતાથી મૂવ થાય છે અને કબજિયાત અને બ્લોટિંગ જેવી સમસ્યા થતી નથી.


આ પણ વાંચો: કેન્સરની શરુઆતમાં શરીરમાં જોવા મળે આ 8 લક્ષણ, આ સાયલન્ટ સંકેતોને ન કરવા ઈન્ગોર


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)