Heart Attack: કોઈને હાર્ટ એકેટ આવે ત્યારે આ રીતે આપવી પ્રાથમિક સારવાર, આ કામ કરશો તો બચી જાશે દર્દીનો જીવ
Heart Attack Prevention Tips: હાર્ટ એટેકનો દુખાવો છાતી પર ભાર કે ટાઈટનેસ જેવો અનુભવાય છે. આ દુખાવો પેટની ઉપરના ભાગમાં અનુભવાય છે અને ધીરે ધીરે ડાબા હાથ અને ખભા સુધી પહોંચે છે. ઘણી વખત હાર્ટ એટેકના કારણે જબડામાં અને દાંતમાં પણ દુખાવો થવા લાગે છે. હાર્ટ એટેક આવતો હોય ત્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે અને પરસેવો વળે છે. ઘણા લોકોને ગેસ થયો હોય તેવો અનુભવ થાય છે.
Trending Photos
Heart Attack Prevention Tips: હાર્ટ એટેકના કેસ દિવસેના દિવસે વધી રહ્યા છે. પહેલા 50 વર્ષની મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાનું જોખમ રહેતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તો 15-20 વર્ષના બાળકોને પણ હાર્ટ એટેક આવી જવાના મામલા સામે આવી ચૂક્યા છે. કલ્પના પણ ન કરી શકાય તેવી સ્થિતિમાં વ્યક્તિને હાર્ટ એટેક આવી જાય છે અને તેનું મોત થઈ જાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ હાર્ટ એટેકની સ્થિતિને લઈને લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરતા હોય છે. જેમાં સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે હાર્ટ એટેકના લક્ષણ કયા છે. ઘણી વખત હાર્ટ અટેકને પણ લોકો ગેસ અને એસિડિટી સમજીને અવોઇડ કહે છે જેના કારણે સ્થિતિ ગંભીર થઈ જાય છે. તેથી સૌથી પહેલા તો હાર્ટ એટેકના પ્રાથમિક લક્ષણોને સમજવા જોઈએ.
હાર્ટ એટેકના પ્રાથમિક લક્ષણો
છાતીમાં દુખાવો થવો. આ દુખાવો છાતી પર ભાર કે ટાઈટનેસ જેવો અનુભવાય છે. આ દુખાવો પેટની ઉપરના ભાગમાં અનુભવાય છે અને ધીરે ધીરે ડાબા હાથ અને ખભા સુધી પહોંચે છે. ઘણી વખત હાર્ટ એટેકના કારણે જબડામાં અને દાંતમાં પણ દુખાવો થવા લાગે છે. હાર્ટ એટેક આવતો હોય ત્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે અને પરસેવો વળે છે. ઘણા લોકોને ગેસ થયો હોય તેવો અનુભવ થાય છે.
હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું ?
સૌથી પહેલા તો દર્દીને હોસ્પિટલ પહોંચાડવાની તુરંત જ તૈયારી કરવી. ગાડી કે એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં પ્રાથમિક સારવાર માટે દર્દીને એસ્પિરિનની દવા આપી દેવી. જેને હાર્ટ અટેક આવતો હોય તેને આ દવા ચાવીને ખાવાનું કહેવું. એસ્પિરિન ધમનીઓમાં ક્લોટિંગ થવાથી અટકાવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો ઘરમાં હાર્ટ પેશન્ટ હોય અને sorbitrate દવા રાખી હોય તો તુરંત જ તેને દર્દીની જીભની નીચે રાખી દો.
જો હાર્ટ અટેક પછી વ્યક્તિ બેભાન છે તો તો તેને કંઈ પણ પીવાવવું નહીં. જો વ્યક્તિના શ્વાસ બંધ થતા હોય અને પલ્સ ન મળતી હોય તો તુરંત જ સીપીઆર આપવાનું શરૂ કરી દો.
સીપીઆર આપવાની ટ્રેનિંગ લેવી
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આ ટ્રીટમેન્ટ આપવાની ટ્રેનિંગ દરેક વ્યક્તિએ લેવી જોઈએ. જો યોગ્ય સમયે હાર્ટ પેશન્ટને cpr મળી જાય તો તેનો જીવ બચી શકે છે. આ ટ્રેનિંગ સમય આવ્યે કામ આવે છે. તેથી સીપીઆર કેવી રીતે આપવું તે ડોક્ટર પાસેથી શીખી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે