Diabetes Diet: ડાયાબિટીસની બીમારી દુનિયામાં સૌથી વધુ ઝડપથી ફેલાતી સમસ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર 2030 સુધીમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં બમણી થઈ જશે. ડાયાબિટીસની સમસ્યાનો કોઈ ઈલાજ નથી પરંતુ જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરીને અને કેટલાક સરળ ઘરેલું ઉપચાર કરીને બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. આ કામ કરવામાં કેટલીક આયુર્વેદિક વનસ્પતિઓ તમને મદદ કરી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


બ્લડ સુગર કંટ્રોલ કરતી આયુર્વેદિક ઔષધિઓ
 


આ પણ વાંચો:


હવે આ પાંદડાવાળા શાકભાજી ખાવાનું કરી દેજો બંધ, ચોમાસામાં આ શાકમાં પડી જાય છે જીવડા


Monsoon: સુકી ઉધરસ માટે આ છે રામબાણ દવા, 10 રૂપિયામાં એક મહિનો ચાલે એટલી બનશે દવા


આ 5 વસ્તુ ખાવાનુ કરો શરુ, થોડા જ દિવસોમાં નાની યાદ કરાવી દેતો ઘૂંટણનો દુખાવો થશે દુર


1. સુકા ધાણા 
સુકા ધાણા ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી કોશિકાઓથી ઈંસુલિન વધારે ઉત્પન્ન થાય છે. ધાણાના બી રકતમાં હાજર સુગરને હટાવતા એન્જાઈમની ગતિવિધિ વધારે છે. તેનાથી બ્લડ સુગર લેવલ ઘટે છે.
 


2. મેથીના દાણા
મેથીના દાણામાં એમિનો એસિડ હોય છે. જે શરીરના પૈંક્રિયાસ આઈલેટ કોશિકાઓમાં ગ્લૂકોઝ પ્રેરિત ઈંસુલિન વધારે છે. મેથીના દાણમાં 50 ટકા ફાયબર હોય છે.   
 


3. તજ
તજ ઈંસુલિનનો પ્રભાવ ઊભો કરી અને બ્લડ સુગર કંટ્રોલ કરે છે. બ્લડ સુગલ લેવલ ઓછું કરવા અને ડાયાબિટીસ સામે લડવામાં તજ મદદ કરે છે. તેનાથી ઈંસુલિન સેંસિટિવિટી વધે છે જેથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે. 



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)