Headache: આજના સમયમાં પણ મોટાભાગના લોકો મેન્ટલ હેલ્થને સિરિયસલી લેતા નથી. આપણે ભૂલી જઈએ છીએ કે શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. જો માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન દેવામાં ન આવે તો ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. ખાસ કરીને આજના સમયમાં જ્યારે દરેક વ્યક્તિ સ્ટ્રેસ સાથે જીવન જીવે છે. તેમણે પોતાના માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને જ્યારે સ્ટ્રેસના કારણે માથું ભારે લાગે ત્યારે તેને સામાન્ય માથાનો દુખાવો ગણીને તેની અવગણના કરવી જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Heart Attack: આ 3 વાતોનું રાખશો રોજ ધ્યાન તો હાર્ટ એટેકનું જોખમ થશે ઓછું


જ્યારે પણ સ્ટ્રેસના કારણે માથું ભારે થઈ જાય છે તો લોકો પેનકિલર ખાઈને શાંતિ મેળવી લે છે. પરંતુ આ પ્રકારે વારંવાર દવાઓ ખાવાથી આડ અસર પણ થઈ શકે છે. આ સ્થિતિમાં માથાના દુખાવા અને માથાના ભારેપણાથી મુક્તિ મેળવવી હોય તો તમે તેનો આયુર્વેદિક ઈલાજ પણ કરી શકો છો. માથામાં ભારેપણું અથવા તો માથામાં દુખાવો માનસિક સ્ટ્રેસના કારણે પણ થઈ શકે છે. આ સિવાય બીમારી, વધારે પડતું કામ, અપૂરતી ઊંઘ અને ચિંતાના કારણે પણ માથાનો દુખાવો કે માથામાં ભારેપણું અનુભવી શકાય છે. કારણ કોઈ પણ હોય પરંતુ માથામાં થયેલા ભારીપણાને દૂર કરવા માટે દવાને બદલે તમે 3 આયુર્વેદિક ઔષધીનો ઉપયોગ કરી શકો છો. 


આ પણ વાંચો: Cold And Cough:શિયાળામાં વારંવાર નહીં થાય શરદી-ઉધરસ, એકવારમાં આરામ આપશે આ ઘરેલુ ઉપાય


માથાનો દુખાવો દૂર કરતી આયુર્વેદિક ઔષધીઓ


બ્રાહ્મી


માનસિક સ્ટ્રેસ અને માથામાં ભારેપણું લાંબા સમય સુધી રહે તો લોકોને મેમરી લોસની સમસ્યા પણ થઈ શકે છે આ તકલીફથી મુક્તિ મેળવવા માટે તમે બ્રાહ્મીનું સેવન કરી શકો છો અને માનસિક થાકથી રાહત મેળવી શકો છો.


આ પણ વાંચો: 7 દિવસમાં કંટ્રોલ થશે બેડ કોલેસ્ટ્રોલ, નસોમાં જામેલું ફેટ દુર કરશે આ 4 શાકભાજી


અશ્વગંધા


અશ્વગંધા એક એવી આયુર્વેદિક ઔષધી છે જેને મેન્ટલ ડિસઓર્ડર અને માથાનું ભારીપણું દૂર કરવાનો ચોક્કસ ઈલાજ માનવામાં આવે છે. અશ્વગંધા વ્યક્તિને મેન્ટલી એક્ટિવ અને ટેન્શન ફ્રી રાખવામાં મદદ કરે છે તેમાં રહેલા ગુણ મગજને ફાયદો કરે છે.


શંખપુષ્પી


શંખપુષ્પીનું સેવન મગજને જ નહીં પરંતુ શરીર માટે પણ ફાયદાકારક છે. આ એક એવી ઔષધી છે જેને આયુર્વેદમાં ગુણોનો ખજાનો કહેવામાં આવે છે. તેનું સેવન કરવાથી મગજનું ભારેપણું દુર થાય છે. તમે શંખપુષ્પીના ફૂલથી બનેલા શરબત અથવા તો સીરપ પણ પી શકો છો.


આ પણ વાંચો: Health Tips: સવારે પેટ સાફ નથી આવતું ? આ ડ્રાયફ્રુટસ ખાવાથી કબજિયાતથી મળશે મુક્તિ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)