Cold And Cough: શિયાળામાં વારંવાર નહીં થાય શરદી-ઉધરસ, એકવારમાં આરામ આપશે આ ઘરેલુ ઉપાય

Cold And Cough: જો તમને પણ શિયાળામાં વારંવાર શરદી ઉધરસની સમસ્યાઓ થતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે તમને શિયાળામાં થતી આ તકલીફોને દૂર કરવાના કેટલાક ઘરેલુ અને અસરકારક ઉપાય વિશે જણાવીએ. આ ઘરેલુ ઉપાય કરવાથી ગળામાં થતી ખરાશ, શરદી અને ઉધરસથી તુરંત રાહત મળે છે. 

Cold And Cough: શિયાળામાં વારંવાર નહીં થાય શરદી-ઉધરસ, એકવારમાં આરામ આપશે આ ઘરેલુ ઉપાય

Cold And Cough: દેશભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુલાબી ઠંડી સાથે શિયાળાનો પગરવ શરૂ થયો છે. બદલતા વાતાવરણમાં શરદી અને ઉધરસથી દર બીજી વ્યક્તિ પરેશાન જોવા મળે છે. શિયાળામાં થતા શરદી ઉધરસથી બચવું હોય તો જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી હશે તો વારંવાર તમે બીમાર પડશો. 

જો તમને પણ શિયાળામાં વારંવાર શરદી ઉધરસની સમસ્યાઓ થતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે તમને શિયાળામાં થતી આ તકલીફોને દૂર કરવાના કેટલાક ઘરેલુ અને અસરકારક ઉપાય વિશે જણાવીએ. આ ઘરેલુ ઉપાય કરવાથી ગળામાં થતી ખરાશ, શરદી અને ઉધરસથી તુરંત રાહત મળે છે. 

હળદર, મરી અને સૂંઠ

ઠંડીમાં જો વારંવાર શરદી અને ઉધરસ થતી હોય તો આ મિશ્રણ બનાવીને તેનું સેવન કરવું. તેના માટે એક ચમચી હળદરમાં એક ચમચી કાળા મરી, અડધી ચમચી સૂંઠ પાવડર અને થોડું મધ ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને દિવસમાં બે વખત લેવાનું રાખો. ધ્યાનમાં રાખો કે આ મિશ્રણને જમ્યાના એક કલાક પહેલા અથવા તો એક કલાક પછી જ આ લેવું અને ત્યાર પછી પાણી ન પીવું.

અજમાનું પાણી

જો શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો પાણીમાં અજમા ઉમેરી તેને ઉકાળી અને તેનાથી સ્ટીમ લેવાનું રાખો. નિયમિત રાત્રે અજમાના પાણીથી સ્ટીમ લેવાનું રાખશો તો ગળામાં થતા દુખાવા અને બંધ નાકથી મુક્તિ મળશે.

આ વસ્તુઓનું સેવન ન કરો

જો શિયાળામાં તમે વારંવાર થતી આ તકલીફોથી બચવા માંગો છો તો સૌથી પહેલા પોતાના દૈનિક આહારમાંથી કેટલીક વસ્તુઓને બાકાત રાખો. ઠંડીની શરૂઆત થાય એટલે કોલ્ડ ડ્રિંક, દહીં, આઈસ્ક્રીમ, તળેલી વસ્તુઓ અને ફાસ્ટ ફૂડ ખાવાથી બચો. ખાસ કરીને મોડી રાત સુધી જાગવું અને ફાસ્ટ ફૂડ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news