Nails: નખ આપણી સુંદરતા વધારવાનું કામ કરે છે. પરંતુ આ નખની નીચે ખતરનાક બેક્ટેરિયા છુપાયેલા હોય છે જે સ્વાસ્થ્યને ગંભીર રીતે ખરાબ કરી શકે છે. આ અંગે થયેલી રિસર્ચમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. રિસર્ચના પરિણામમાં સામે આવ્યું છે કે નખની નીચે અલગ અલગ 32 પ્રકારના બેક્ટેરિયા હોય છે અને 28 પ્રકારની ફંગસ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં


આ શોધ 2021 માં કરવામાં આવી હતી. જેમાં નખની નીચેના નમુના લઈને તેને તપાસવામાં આવ્યા હતા. આ રિસર્ચનું પરિણામ ચોકાવનારું હતું. રિસર્ચ અનુસાર 50% નમૂનામાં માત્ર બેક્ટેરિયા મળ્યા. 6.3 ટકા નખમાં ફક્ત ફંગસ. 43.7 ટકા નમૂનામાં બેક્ટેરિયા અને ફંગલ્સ બંને જોવા મળ્યા. આ સંશોધન પગના નખ પર કરવામાં આવ્યું હતું પરંતુ હાથ પર પણ તે લાગુ પડે છે. કારણ કે હાથનો ઉપયોગ પણ દિવસભર કરવામાં આવે છે જેના કારણે નખની અંદર કીટાણુ સરળતાથી જમા થઈ જાય છે. 


આ પણ વાંચો: Lemon And Honey: આ 4 બીમારી હોય તેણે ન પીવું લીંબુ-મધવાળું ગરમ પાણી, તબીયત થાશે ખરાબ


રિસર્ચ અનુસાર નખની અંદર જે બેક્ટેરિયા અને ફંગસ હોય છે તે મોટાભાગે તો હાનિરહીત હોય છે પરંતુ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા તો જેમને નખમાં ઈજા થઈ હોય તેમના માટે આ બેક્ટેરિયા અને ફંગસ ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. સંશોધન અનુસાર બેક્ટેરિયાના કારણે નખનો રંગ પણ બદલી જાય છે અને નખમાં દુખાવો પણ રહે છે. આ સમસ્યાથી બચવું હોય તો નખની સારી રીતે સંભાળ લેવી અને સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું. 


આ પણ વાંચો: રાત્રે હળદર અને ઘીવાળુ 1 ગ્લાસ દૂધ પીવા લાગો, આ 6 સમસ્યા દવા વિના મટી જશે


નખની સફાઈ માટેની ટીપ્સ 


- દિવસ દરમિયાન જ્યારે પણ હાથ સાબુથી સાફ કરો ત્યારે નખને પણ સારી રીતે ક્લીન કરો 
- નખની નીચે ગંદકી જામે તો તેને બ્રશની મદદથી સાફ કરો. 
- લાંબા નખ રાખવાથી બચો અને નિયમિત રીતે નખ કાપતા રહો. 
- નખ પર નેઈલ પેઈન્ટ લગાવો તે પહેલા નખની સારી રીતે સાફ કરો. 
- જો નખમાં કોઈપણ પ્રકારનું સંક્રમણ દેખાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)