Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Diabetes: જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય અને તેનું બ્લડ શુગર સતત હાઈ રહેતું હોય તો વધેલા બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે આ ઘરેલુ ઉપાય અજમાવી જુઓ. તમને 100 ટકા લાભ થશે.
Trending Photos
Diabetes: ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે જેના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ડાયાબિટીસમાં શરીર બ્લડ શુગરને નેચરલી કંટ્રોલ કરવામાં અસમર્થ થઈ જાય છે. તેથી દવાઓ વડે કંટ્રોલમાં રાખવું પડે છે. જો ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલમાં ન રહે તો હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડની સંબંધી ગંભીર સમસ્યા થઈ શકે છે. જો તમારા ઘરમાં પણ કોઈ ડાયાબિટીસના દર્દી હોય અને તેનું બ્લડ સુગર સતત હાઇ રહેતું હોય તો કેટલા ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.
ડાયાબિટીસમાં સૌથી અસરકારક રહે છે તજ. તજ એવો મસાલો છે જે ભોજનનો સ્વાદ વધારે છે અને સાથે જ સ્વાસ્થ્ય પણ સુધારે છે. ડાયાબિટીસના દર્દી માટે તો જ ખૂબ જ ઉપયોગી છે. તેનું સેવન કેવી રીતે કરવું ચાલો તમને જણાવીએ.
તજથી ડાયાબિટીસમાં થતા ફાયદા
1. તજમાં એવા તત્વ હોય છે જે શરીરની ઇન્સ્યુલિન સેન્સીટીવીટી વધારે છે. ઇન્સ્યુલિન એવું હોર્મોન છે જે કોશિકાઓને સુગર અવશોષિત કરવામાં મદદ કરે છે. જો ઇન્સ્યુલિન સેન્સિટીવીટી વધી જાય તો શરીર ગ્લુકોઝને વધારે સારી રીતે બચાવી શકે છે જેના કારણે બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
2. તજ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે પાચન એન્જાઈમને એક્ટિવ કરે છે. તેનાથી ભોજન પચાવવામાં મદદ મળે છે. સારા પાચન માટે પણ બ્લડ સુગરને સ્થિર રાખવામાં તજ મદદ કરે છે.
3. તજમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. ફ્રી રેડીકલ્સ કોશિકાઓને નુકસાન કરે છે જેના કારણે બીમારીઓ પણ થાય છે.
4. તજ હૃદયની બીમારીનું જોખમ પણ ઘટાડે છે. તેનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે અને બેડ કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે.
5. જે લોકોને વજન ઘટાડવું હોય તેમના માટે પણ તજ ફાયદાકારક છે. તજ મેટાબોલિઝમ વધારે છે અને કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે.
તજનો ઉપયોગ કેવી રીતે કરવો ?
તમે તજનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો. સૌથી બેસ્ટ છે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી તજનો પાવડર મિક્સ કરી પી લેવો. આ સિવાય દિવસ દરમિયાન તમે શાક, દાળ અને અન્ય વસ્તુમાં પણ તજ ઉમેરી શકો છો. દૂધના પીવું હોય તો તમે એક ગ્લાસ પાણીમાં તો જ ઉકાળીને તેને ગાળીને પી શકો છો.. તજના પાવડરમાં મધ મિક્સ કરીને પણ ચાટી શકાય છે તેનાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે