Home Remedies For Indigestion: પેટમાં ગેસ અને અપચાની સમસ્યા ઘણી વખત થઈ જતી હોય છે. ઘણી વખત એવી વસ્તુઓ ખાવામાં આવે જે ઝડપથી પચતી નથી અથવા તો શરીરને માફક આવતી નથી તો પેટ ફૂલી જાય છે અથવા તો ગેસની તકલીફ થઈ જાય છે. ઘણી મહિલાઓને માસિક દરમિયાન પણ ગેસની તકલીફ રહેતી હોય છે. આવી સ્થિતિમાં ગેસ અને અપચાને દૂર કરવા માટે દવા લેવામાં આવે છે. પરંતુ ઘરના રસોડામાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે કુદરતી રીતે ગેસ અને અપચાની તકલીફથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ એવા ઉપાયો વિશે જેની મદદથી તમે ઝડપથી ગેસ અને અપચાંથી છુટકારો મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


નાળિયેર ખાવાથી શરીરને થાય છે જોરદાર ફાયદા, નિયમિત ખાશો તો નહીં લાગે લૂ અને ગરમી


બેડ કોલેસ્ટ્રોલ વધવાનો છે ડર? તો આજથી જ આ 3 હેલ્ધી કુકિંગ ઓઈલ ખાવાનું શરૂ કરો


કોરોનાનું XBB1.16 વેરિયંટ બાળકો માટે છે જોખમી, આ લક્ષણ જણાય તો ન સમજતાં સામાન્ય ફ્લૂ


ગેસની સમસ્યાથી રાહત આપતા રામબાણ નુસખા


વરીયાળી


ગેસની તકલીફથી વરિયાળી રાહત અપાવી શકે છે. તેમાં એવા તત્વો હોય છે જે ગેસ અને અપચાથી રાહ તપાવે છે. જમ્યા પછી વરીયાળી ચાવીને ખાવાથી ભોજન પચે છે અને ડાયજેશન સારું રહે છે. જો એસીડીટી ની તકલીફ રહેતી હોય તો સાકર અને વરીયાળીને સાથે ખાવી. 


અજમો


પેટમાં ગેસ કે અપચાની તકલીફ હોય તો અજમો ખૂબ જ ઉપયોગી છે. અજમાની અંદર પાચનના ગુણ હોય છે એક ચમચી અજમો ચપટી હિંગ સાથે લેવાથી ગેસની તકલીફ મટે છે. 


દહીં


દહીંની અંદર પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેની મદદથી ગેસ અને અપચાંથી રાહત મળી શકે છે. ગેસની તકલીફ હોય અથવા તો અપચો થયો હોય તો તમે દહીં કે છાશમાં સંચળ ઉમેરીને તેનું સેવન કરી શકો છો.


આ પણ વાંચો:


ખાવાની આ 5 વસ્તુઓ છે Natural Painkiller, કમર અને સાંધાના દુખાવામાં ઝટપટ કરે છે અસર


ઉનાળામાં ગોળ ખાવાથી શરીરને થાય છે અઢળક લાભ, મળે છે આટલા પોષકતત્વ


પેશાબમાં થતી બળતરાની તકલીફ મિનિટોમાં મટાડશે ઘઉં-ચોખાનો આ આયુર્વેદિક ઉપાય


ફુદીનો


ફુદીનો પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ગેસની તકલીફથી આરામ આપે છે. તેના ડાયજેસ્ટિવ ગુણ પાચન ક્રિયાને પણ સરળ બનાવે છે. તેની મદદથી ગેસ, પેટમાં દુખાવો, અપચો જેવી તકલીફોથી રાહત મળે છે. તમે ફુદીનાનું રસ પી શકો છો અથવા તો ચૂર્ણ બનાવીને ખાઈ શકો છો.


હિંગ


હિંગ પણ અપચાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જો પેટ ફૂલીને ટાઈપ થઈ ગયું હોય તો એક ચપટી હિંગમાં સંચળ અને થોડો લીંબુનો રસ ઉમેરીને હુંફાળા પાણી સાથે પી જવું. તેમાં રહેલા એક્ટિવ એન્જાઈમ ગેસને તુરંત જ દૂર કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)