ખાવાની આ 5 વસ્તુઓ છે Natural Painkiller, કમર અને સાંધાના દુખાવામાં ઝટપટ કરે છે અસર
Natural Painkiller: સામાન્ય રીતે માથામાં દુખાવો, કમરમાં દુખાવો કે સાંધામાં દુખાવા જેવી તકલીફ હોય તો લોકોને પેનકિલર લેવી પડે છે. પરંતુ આપણા રસોડામાં કેટલીક એવી વસ્તુઓ હાજર છે જે નેચરલ પેઈન કિલર તરીકે કામ કરે છે અને શરીરના અલગ અલગ પ્રકારના દુખાવાને દૂર કરવામાં મદદ કરી શકે છે.
Trending Photos
Natural Painkiller: ભારતીય રસોઈ ગુણોનો અને સ્વાદનો ખજાનો હોય છે. કારણ કે તેમાં એવા ઘણા બધા મસાલાનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓને દૂર કરે છે. સામાન્ય રીતે માથામાં દુખાવો, કમરમાં દુખાવો કે સાંધામાં દુખાવા જેવી તકલીફ હોય તો લોકોને પેનકિલર લેવી પડે છે. પરંતુ આપણા રસોડામાં કેટલીક એવી વસ્તુઓ હાજર છે જે નેચરલ પેઈન કિલર તરીકે કામ કરે છે અને શરીરના અલગ અલગ પ્રકારના દુખાવાને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ મસાલામાં એન્ટી ઇન્ફ્લેમન્ટ્રી ગુણ હોય છે. જે કોઈપણ પ્રકારના દુખાવાને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે.
આ પણ વાંચો:
લવિંગ
લવિંગમાં યુજિનોલ નામનું તત્વ હોય છે જે દુખાવામાં રાહત આપવા માટે અસરકારક હોય છે. લવિંગની અસર સૌથી વધારે દાંતના દુખાવામાં, માથાના દુખાવામાં અને શરદીમાં થાય છે. આ પ્રકારની સમસ્યા હોય તો લવિંગને પીસીને ખાય પણ શકાય છે અને તેની ચા બનાવીને પી શકાય છે.
હળદર
હળદર ઔષધીય ગુણથી ભરપૂર મસાલો છે. તેમાં પણ એન્ટીસેપ્ટિક અને એન્ટી ઇન્ફ્લિમેન્ટ્રી ગુણ હોય છે. જે હાડકાને દુખાવાને અને બીજાને મટાડવાનું કામ કરી શકે છે. જ્યારે પણ સાંધાના કે હાડકાના દુખાવાની તકલીફ હોય તો ગરમ દૂધમાં હળદર ઉમેરીને પીવું જોઈએ. અથવા તો હળદરનો લેપ કરવાથી પણ દુખાવો દૂર થાય છે.
આદુ
સ્નાયુને દુખાવામાં અને માસિક સમયે થતા દુખાવામાં આદુ ખૂબ જ લાભકારી છે. માથામાં દુખાવો હોય ત્યારે પણ આદુનું સેવન કરી શકાય છે. આદુ આ પ્રકારના દુખાવાને ઝડપથી દૂર કરે છે. જ્યારે પણ આ દુખાવા હોય ત્યારે એક કપ પાણીમાં આદુને બરાબર રીતે ઉકાળી તેની ચા બનાવીને તેનું સેવન કરવું. તેનાથી દુખાવો દૂર થાય છે.
લસણ
જો તમને સાંધાના દુખાવાની તકલીફ હોય તો લસણ તમારા માટે ઉપયોગી છે. તેના માટે એક વાટકીમાં સરસવનું તેલ લેવું અને તેને બરાબર ગરમ કરવું સાથે તેમાં લસણની કળી ઉમેરી દેવી. ત્યાર પછી આ તેલથી સાંધામાં માલિશ કરશો તો દુખાવો ઓછો થવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે