કોરોનાનું XBB1.16 વેરિયંટ બાળકો માટે છે જોખમી, આ લક્ષણ જોવા મળે તો ફ્લૂ સમજવાની ન કરતાં ભુલ

Corona variant XBB1.16: આ નવા વેરીયન્ટનો પહેલો કેસ જાન્યુઆરીમાં નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ચિંતાની વાત એ છે કે કોરોનાના નવા વેરીયન્ટેની સૌથી વધુ અસર બાળકો પર પડી રહી છે. કોઈ પણ બાળકને જો બે કે ત્રણ દિવસ સુધી તાવ આવે તો તેને સામાન્ય ફલૂ સમજવાની ભૂલ ન કરવી.

કોરોનાનું XBB1.16 વેરિયંટ બાળકો માટે છે જોખમી, આ લક્ષણ જોવા મળે તો ફ્લૂ સમજવાની ન કરતાં ભુલ

Corona variant XBB1.16: દેશ દુનિયામાં કોરોનાનો પ્રકોપ ફરી એકવાર વધી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના નવા વેરીયન્ટે હાહાકાર મચાવ્યો છે. આ નવા વેરીયન્ટનો પહેલો કેસ જાન્યુઆરીમાં નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ચિંતાની વાત એ છે કે કોરોનાના નવા વેરીયન્ટેની સૌથી વધુ અસર બાળકો પર પડી રહી છે. દેશના અલગ અલગ વિસ્તારોમાંથી 15 કે તેનાથી ઓછી ઉંમરના બાળકો આ વેરીયન્ટથી બીમાર થયા હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો:

કોરોનાના નવા વેરીયન્ટેને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પણ લોકોને સતર્ક કર્યા છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે ઓમીક્રોનનો આ મ્યૂટન્ટ સ્ટ્રેન હાઇબ્રીડ ઇમ્યુનિટીને દગો દઈ શકે છે. એટલે કે તમે કોરોનાની બધી જ વેક્સિન લીધી હોય તેમ છતાં પણ તમને આ વાયસર લાગુ પડી શકે છે. હાલ આ વેરિયન્ટને લઈને રિસર્ચ થઈ રહી છે તેથી તે ભવિષ્યમાં ગંભીર સ્વરૂપ ધારણ ન કરે. 

નવા વેરીયન્ટેને લઈને ડોક્ટરોનું અને સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે કોઈ પણ બાળકને જો બે કે ત્રણ દિવસ સુધી તાવ આવે તો તેને સામાન્ય ફલૂ સમજવાની ભૂલ ન કરવી. આ કોરોનાનું નવું વેરીયન્ટે પણ હોઈ શકે છે. આ સિવાય બાળકને પેટમાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તુરંત જ તેનો કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ. આવા લક્ષણો દેખાય તો બાળકોનું ઓક્સિજન પણ ચેક કરતું રહેવું જોઈએ. 

નવા વેરિયન્ટના લક્ષણ

તીવ્ર તાવ
ઉધરસ
ગળામાં તકલીફ
શરીરમાં દુખાવો
માથામાં દુખાવો
પેટ ખરાબ થવું
સતત થાક લાગવો
નાકમાંથી પાણી નીકળવું

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news