Home Remedies For Viral Disease: વાતાવરણમાં ફેરફારના કારણે ઘણીવખત શરદી, ઉધરસ સહિતની વાયરલ બીમારીઓ થઈ જાય છે. આ બીમારીઓને લોકો સામાન્ય ગણીને તેને અવગણતા હોય છે. પરંતુ શરદી ઉધરસ સહિતની વાયરલ બીમારીઓને પણ ક્યારેય હળવાશથી લેવી જોઈએ નહીં. કારણ કે સમયસર તેનો ઈલાજ ન કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમને વારંવાર આવી સમસ્યા થતી હોય તો તમારે રોગપ્રતિકારક શક્તિ વધે તેવી વસ્તુઓનું સેવન વધારવું જોઈએ. આજે તમને જણાવીએ ઘરમાં રહેલી કઈ વસ્તુઓ તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આદુ - શરીરની મોટાભાગની સમસ્યા ઇન્ફ્લામેશનના કારણે હોય છે. તેનો ઈલાજ કરવા માટે આદુનું સેવન કરવું જોઈએ. કારણ કે આદુમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ હોય છે જે ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે.


લસણ - લસણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે. જે બેક્ટેરિયા તેમજ વાઇરસના સંક્રમણને રોકવામાં મદદ કરે છે. વાયરસ અને બેક્ટેરિયાના કારણે ઉધરસ તાવ શરદી જેવી સમસ્યા થાય છે.


ગ્રીન ટી - જો તમને લાગે કે તમને થોડી પણ બીમારી થઈ છે તો ગ્રીન ટી પીવાનું શરૂ કરો. ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડન્ટ અને પોલીફેનોલ્સ હોય છે જે ઇમ્યુનિટી વધારે છે. 


ફળ - સંતરા, લીંબુ જેવા ખાટા ફળ વિટામિન સીથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી ઇમ્યુનિટી સારી રહે છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકાર શક્તિ વધે છે અને રોગ સામે લડવાની તાકાત આવે છે.


સૂપ - બીમારી સામે લડવા માટે શરીરને પોષક તત્વોની જરૂર હોય છે જેમાં હાઇડ્રેશનનો પણ સમાવેશ થાય. તેવામાં વેજીટેબલ ઉમેરી બનાવેલો ગરમ સૂપ પીવાથી શરીરને યોગ્ય માત્રામાં ફ્લુઈડ અને ન્યુટ્રીશન મળે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)