5 Most common Cancers in Women: સામાન્ય રીતે મહિલાઓ ઉપર અનેક પ્રકારની જવાબદારીઓ હોય છે. તેમને તેમના જીવન દરમ્યાન ઘણી બધી સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડે છે. મહિલાઓ માટે કેન્સર પણ છેલ્લા કેટલાક વર્ષોથી સૌથી મોટો દુશ્મન બન્યો છે. કેન્સરના કારણે દર વર્ષે લાખો મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે. તેથી જ મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે જાગૃત રહેવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને કેન્સરની વાત આવે તો નાનકડી બેદરકારી પણ મહિલાના જીવન પર જોખમ ઊભું કરી શકે છે. આજે વર્લ્ડ કેન્સર ડે પર તમને એ પાંચ કેન્સર વિશે જણાવીએ જે મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે. આ પાંચ કેન્સર મહિલાના જીવનના સૌથી મોટા દુશ્મન બની શકે છે. તેથી તેના લક્ષણોને ધ્યાનમાં રાખી દરેક મહિલાએ સતર્ક રહેવું જોઈએ. 


આ પણ વાંચો: સ્તન કેન્સરના કારણે દર વર્ષે લાખો મહિલાઓ ગુમાવે છે જીવ, જાણો તેના લક્ષણો વિશે


બ્રેસ્ટ કેન્સર


મહિલાઓને થતા સૌથી કોમન કેન્સરમાં સૌથી પહેલા બ્રેસ્ટ કેન્સર આવે છે. આ કેન્સર કોઈપણ ઉંમરની મહિલાને થઈ શકે છે. પરંતુ વધતી ઉંમરે બેસ્ટ કેન્સર થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. ખાસ કરીને પરિવારમાં જો કોઈને પહેલા આ કેન્સર થયું હોય તો તેનું જોખમ અનેક ગણું વધી જાય છે. તેથી જરૂરી છે કે તમે નિયમિત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની મદદથી ટેસ્ટ કરાવતા રહો.


સર્વાઇકલ કેન્સર


સર્વાઇકલ કેન્સર મહિલાઓને થતું બીજું સૌથી કોમન કેન્સર છે. આ કેન્સર એચપીવી વાયરસ ના કારણે થાય છે. આ કેન્સર થી બચવું હોય તો એચપીવી વાઈરસની વેક્સિન લગાવવી જરૂરી છે. સાથે જ 21 વર્ષની ઉંમર પછી સમયાંતરે પેપટેસ્ટ કરાવતા રહેવું જેથી સરવાઇકલ કેન્સરને તેના અરલી સ્ટેજમાં જ ડિટેક્ટ કરી શકાય.


આ પણ વાંચો: Health Tips: આંબા હળદર ખાવી મહિલાઓ માટે ફાયદાકારક, દવા વિના બીમારીઓ થશે દુર


ઓવેરિયન કેન્સર


આ કેન્સર મોટી ઉંમરની મહિલાઓને થતું કોમન કેન્સર છે. ખાસ કરીને જે મહિલા ક્યારેય માં નથી બની હોતી અને તેને ફોર્ટિલિટી ની સમસ્યા રહેતી હોય તેને આ કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. આ સિવાય જે મહિલા 30 વર્ષની ઉંમર પછી માતા બને છે તેને આ કેન્સર થવાનું રિસ્ક વધી જાય છે. 


એન્ડોમેટ્રીઅલ કેન્સર


તેને ગર્ભાશયનું કેન્સર પણ કહેવાય છે. આ કેન્સર સામાન્ય રીતે 55 વર્ષ કે તેનાથી વધારે ઉંમરની મહિલાઓને થાય છે. માસિક વિના રક્તસ્ત્રાવ થવો, વધારે રક્તસ્ત્રાવ થવો આ કેન્સર ના લક્ષણ છે. જે મહિલાને પીસીઓએસની હિસ્ટ્રી હોય તેને આ કેન્સર થવાનું જોખમ વધારે હોય છે.


આ પણ વાંચો: 25 વર્ષ પછી દર 5 વર્ષે મહિલાઓએ સર્વાઈકલ કેન્સર માટેનો પેપ ટેસ્ટ કરાવવો જરૂરી


કોલન કેન્સર


50 વર્ષથી વધુની વયમાં કોલન કેન્સર સૌથી વધુ જોવા મળે છે. જો પરિવારમાં આ બીમારી કોઈને હોય તો તમને પણ આ બીમારી થવાનું જોખમ વધી જાય છે. વધારે વજન હોય વધારે ફેટવાળું ભોજન કરતા હોય ફિઝિકલી એક્ટિવ ન હોય અને વ્યસન હોય તેને આ કેન્સર થવાનું જોખમ વધુ હોય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)