Cervical Cancer: 25 વર્ષ પછી દર 5 વર્ષે મહિલાઓએ સર્વાઈકલ કેન્સર માટેનો પેપ ટેસ્ટ કરાવવો જરૂરી
Cervical Cancer: આ કેન્સરથી બચવું હોય તો સમય સમય પર તેના લક્ષણોને ધ્યાનમાં લઈને જરૂરી ટેસ્ટ કરાવવા. ખાસ કરીને એક ઉંમર પછી દરેક મહિલાએ સમયાંતરે પેપ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આ ટેસ્ટ વડે સર્વાઇકલ કેન્સર વિશે પહેલા સ્ટેજમાં જ ખબર પડી જાય છે.
Trending Photos
Cervical Cancer: સર્વાઇકલ કેન્સરના કારણે દર વર્ષે હજારો મહિલાઓનું મોત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ કેન્સરને મહિલાઓમાં થતું ચોથા ક્રમનું સૌથી સામાન્ય અને જીવલેણ કેન્સર જણાવ્યું છે. આ કેન્સરથી બચવું હોય તો સમય સમય પર તેના લક્ષણોને ધ્યાનમાં લઈને જરૂરી ટેસ્ટ કરાવવા. ખાસ કરીને એક ઉંમર પછી દરેક મહિલાએ સમયાંતરે પેપ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આ ટેસ્ટ વડે સર્વાઇકલ કેન્સર વિશે પહેલા સ્ટેજમાં જ ખબર પડી જાય છે. જો પહેલા સ્ટેજમાં જ આ કેન્સર વિશે જાણી શકાય તો દર્દીનો જીવ પણ બચી શકે છે.
શું છે પેપ ટેસ્ટ ?
પેપ ટેસ્ટને પેપ સ્મિયર ટેસ્ટ પણ કહેવાય છે. આ ટેસ્ટ સર્વાઇકલ કેન્સરને ડિટેક્ટ કરતી એક રૂટીન સ્ક્રિનિંગ પ્રોસેસ છે. આ ટેસ્ટ સર્વિક્સમાં કેન્સર સેલ્સ વધે છે કે નહીં તે જાણવા માટે કરવામાં આવે છે.
કેવી રીતે થાય છે પેપ ટેસ્ટ ?
આ ટેસ્ટમાં ગર્ભાશયની ગ્રીવામાંથી કેટલાક સેલ્સને ખોતરીને કાઢવામાં આવે છે. ત્યાર પછી લેબોરેટરીમાં આ સેલ્સમાં થતા ફેરફારની તપાસ કરવામાં આવે છે. આ ટેસ્ટ કરતી વખતે અસુવિધા થાય છે પરંતુ તેના કારણે લાંબા સમય સુધી દુખાવો રહેતો નથી.
ક્યારે કરાવવો પેપ ટેસ્ટ?
અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર 25 વર્ષ પછી દરેક મહિલાએ દર પાંચ વર્ષે એક વખત પેપ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જેથી સમય રહેતા જ આ બીમારી વિશે જાણી શકાય. સેક્સ્યુઅલી એક્ટિવ મહિલાઓ માટે આ રૂટીન ટેસ્ટ ખૂબ જ મદદગાર સાબિત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે