Apple Peel: સફરજન કરતાં વધારે ગુણ હોય તેની છાલમાં, છાલના ઉપયોગ અને ફાયદા વિશે નહીં જાણ્યું હોય આજ સુધી
Apple Peel Benefits: જો તમને સફરજન છાલ વિના જ ભાવતું હોય તો તેની છાલ કાઢી ફેંકી ન દેવી. સફરજનની છાલને તમે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ તેના ફાયદા મેળવી શકો છો.
Apple Peel Benefits: સફરજન પોષક તત્વથી ભરપૂર ફળ છે. સફરજન એવું ફળ છે જેનો ઉપયોગ છાલ સહિત કરવો જોઈએ. કારણ કે સફરજનની છાલમાં સફરજન કરતાં પણ વધારે ગુણ હોય છે. કેટલાક લોકો સફરજનની છાલ ઉતારીને ફેંકી દેતા હોય છે. સફરજનની છાલને ફેંકવાની ભૂલ ક્યારેય ન કરવી કારણ કે તે અનેક સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. તેમ છતાં જો તમને સફરજન છાલ વિના જ ભાવતું હોય તો તેની છાલ કાઢી ફેંકી ન દેવી. સફરજનની છાલને તમે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ તેના ફાયદા મેળવી શકો છો.
સફરજનની છાલથી થતા ફાયદા
આ પણ વાંચો: સવારે ગ્રીન ટી પીવાથી થાય છે આ જબરદસ્ત ફાયદા,જાણીને તમે પણ ગ્રીન ટી પીવાનું કરશો શરુ
- સફરજનની છાલમાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને સુધારવા મદદ કરે છે તેનાથી કબજિયાત જેવી સમસ્યાથી રાહત મળે છે.
- સફરજનની છાલમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે.
- સફરજનની છાલમાં વિટામિન સી, વિટામિન એ અને વિટામીન કે હોય છે. સાથે જ તેમાં એવા પોષક તત્વો હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.
આ પણ વાંચો: Healthy Food: રોટલી કે ભાત... વજન ઘટાડવામાં અને ડાયાબિટીસમાં કઈ વસ્તુ વધારે સારી ?
- સફરજનની છાલમાં જે ફાઇબર હોય છે તે પેટને કલાકો સુધી ભરેલું રાખે છે જેના કારણે ભૂખ ઓછી લાગે છે.
- સફરજનની છાલમાં એવા પોષક તત્વો હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
સફરજનની છાલનો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકાય ?
- સફરજનની છાલને નાના નાના ટુકડામાં કાપીને તમે સલાડમાં ઉમેરીને ખાઈ શકો છો.
આ પણ વાંચો: Period Myths: શું ખરેખર માસિક દરમિયાન ખાટી વસ્તુઓ ખાવાથી નુકસાન થાય ?
- સફરજનની છાલને સ્મુધિ સાથે ઉમેરીને લઈ શકાય છે.
- સફરજનની છાલને સુકવી સ્ટોર કરી લો ત્યાર પછી ગરમ પાણીમાં સુકાયેલી સફરજનની છાલ, તજ અને મધ ઉમેરીને હેલ્ધી ટી તરીકે તેનું સેવન કરી શકાય છે.
- જો તમે બેકિંગ કરતા હોય તો સફરજનની છાલનો ઉપયોગ કેક, મફીન કે પાઈ બનાવવામાં કરી શકો છો.
આ પણ વાંચો: 1 ચમચી ઘી અને 1 ચપટી મરી પાવડર, 7 દિવસમાં દુર કરશે આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓ
- સફરજનની છાલને ખાવામાં ઉપયોગમાં ન લેવી હોય તો તેની પેસ્ટ બનાવી તેમાં થોડું મધ ઉમેરીને ચહેરા પર લગાડશો તો ચહેરા પર પ્રાકૃતિક ચમક આવશે.
- સફરજનની છાલની પેસ્ટ બનાવી તેમાં થોડું નાળિયેરનું તેલ અને થોડી ખાંડ ઉમેરી એક સ્ક્રબ બનાવી તેનો ઉપયોગ ચહેરા પર કરી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)