ઝી બ્યૂરો, અમદાવાદઃ અશ્વગંધાના ચૂર્ણનું 1થી 3 ગ્રામ સુધી સેવન કરવું. તેનાથી વધારે તેનું સેવન કરવું નહીં. તમે અશ્વગંધાની ગ્રીન ટી પણ પી શકો છો. અશ્વગંધાના ચૂર્ણનું સેવન કરતાં પહેલાં જે-તે રોગ, રોગીની અવસ્થા, પ્રકૃતિ, ઋતુકાળ અનુસાર કેવી રીતે તેનું સેવન કરવું એ નિશ્ચિત થાય છે. જેથી તમે કોઈ નિષ્ણાંતને પૂછીને તેનું સેવન કરી શકો છો.વધુ પ્રમાણમાં અશ્વગંધાનું સેવન કરવાથી ઉંઘ વધુ આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઈરોઈડ
ચા માં થોડું અશ્વગંધા પાઉડર અને તુલસી મિક્સ કરી પીવો. થાઈરોઈડ કંટ્રોલ કરવામાં મદદ મળશે અને તેનો ખતરો ટળશે.

વજન વધશે
એક ગ્લાસ દૂધમાં 1-3 ગ્રામ અશ્વગંધા પાઉડર નાખીને પીવો. એનર્જી મળશે અને નેચરલી વજન વધશે.

ફર્ટીલિટી
રેગ્યુલર અશ્વગંધા લેવાથી બોડીમાં ફર્ટીલિટી અને સ્પર્મ કાઉન્ટ વધે છે.

નબળાઈ
અશ્વગંધા ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. થાક અને આળસથી છૂટકારો મળે છે.

બ્લડપ્રેશર
અશ્વગંધા લેવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. જેનાથી બીપીની પ્રોબ્લેમમાં રાહત મળે છે.

સાંધાનો દુખાવો
અશ્વગંધા ખાવાથી આર્થ્રાઈટિસ અને સાંધાના દર્દમાં રાહત મળે છે.

ડાઈજેશન
અશ્વગંધામાં પેટ સાફ કરવાના ગુણ હોય છે. જેથી તેને ખાવાથી ડાઈજેશન સારું રહે છે અને કબજિયાત, ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ થતી નથી.

ઉંઘની પ્રોબ્લેમ
અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો નિયમિત અશ્વગંધાનું સેવન કરો.


કોઈ તમને આળસુ કહે તો ખીજાશો નહીં, આળસુ હોવાના પણ હોય છે આવા અનેક ફાયદાઓ

સોજાની સમસ્યા
ઈજા થવા પર કે કોઈ અન્ય કારણથી સોજા આવ્યા હોય તો અશ્વગંધાના પાનને સરસિયાના તેલની સાથે ગરમ કરી સોજાવાળા ભાગે લગાવો. જલ્દી રાહત મળશે.

કાળા વાળ
રોજ સવારે અશ્વગંધાનું થોડું પાઉડર ફાંકી ઉપરથી એક ગ્લાસ પાણી પીવો. ન્યૂટ્રીશનની કમીને કારણે સફેદ થતાં વાળ નેચરલી કાળા થવા લાગશે.

હાર્ટ ડિસીઝ
અશ્વગંધા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો ટળે છે.

એનિમિયા
અશ્વગંધા હીમોગ્લોબિનનું લેવલ વધારે છે અને એનિમિયાની પ્રોબ્લેમને દૂર કરે છે.


Immunity Booster ગણાતું ગીલોય પણ તમારા માટે બની શકે છે ઘાતક, જલદી જાણી લો નહીં તો પસ્તાશો

ડાયાબિટીસ
રેગ્યુલર અશ્વગંધા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

સ્ટ્રેસ
અશ્વગંધા ખાવાથી બ્રેન એક્ટિવ રહે છે અને સ્ટ્રેસ દૂર કરવામાં મદદ મળે છે.

બેક્ટેરિયાના સંક્રમણને નિયંત્રિત કરે
અશ્વગંધામાં બેક્ટેરિયાના સંક્રમણને નિયંત્રિત કરવાનો ઔષધિય ગુણ છે. તેના સેવનથી મૂત્રજનન, જઠરાંત્ર અને શ્વસન તંત્રના સંક્રમણમાં મદદ કરે છે.

ઘા ભરાશે
અશ્વગંધાની ડાળીને વાટીને પાણી સાથે એક ચીકણી પેસ્ટ બનાવી ઘા પર લગાવવાથી ઘામાં જલદી રૂઝ આવે છે.


જાણો અળસી ખાવાના અનેક ફાયદા, આટલી બીમારીઓ તમારાથી ભાગશે દૂર

રોગ પ્રતિકારક શક્તિ વધશે
અશ્વગંધાના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઉપરાંત એનીમિયા મટાડવામાં પણ મદદ કરે છે.

ડાયાબિટીસનો ઇલાજ
ડાયાબિટીસની સારવાર માટે અશ્વગંધા ખૂબજ ઉપયોગી છે. નિયમિત ચાર અઠવાડિયા સુધી અશ્વગંધા લેવાથી લોહીમાં સુગરનું લેવલ ઘટાડે છે.


જાણો Obama, Trump અને Biden બધા જ કેમ છે Modi ના જબરા ફેન...? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો સાથે મોદીની દોસ્તીની કહાની

પ્રજનન ક્ષમતામાં સુધારો કરે
અશ્વગંધાના સેવનથી પ્રજન ક્ષમતામાં સુધારો થાય છે. તેનાથી વીર્યની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. તણાવમાં પણ ઘટાડો થાય છે.

થાઈરોઈડ માટે ઉપયોગી
અશ્વગંધા થાઇરોઈડ ગ્રંથીને ઉત્તેજિત કરવામાં પણ મદદ કરે છે. જે થાઇરોઇડ હોર્મોનના સ્ત્રાવમાં પણ વૃદ્ધિ કરે છે.

- અશ્વગંધા માંસપેશિઓ મજબૂત બનાવે છે અને તેની નબળાઇને પણ દૂર કરે છે.

- અશ્વગંધામાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ અને સાઈટોપ્રોટેક્ટિવ મોતિયાબિંદ સામે રક્ષણ આપે છે.

- સ્કિન પરની કરચલી અને કાળા ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે અશ્વગંધા.

- અશ્વગંધા વાળને ખરતા અટકાવે છે અને સમય કરતાં વહેલા સફેદ થતા અટકાવે છે.

- ગર્ભવતી મહિલાઓએ અશ્વગંધાનું સેવન ન કરવું જોઇએ. તેનાથી ગર્ભપાત થવાની પણ શક્યતા રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube