જાણો અળસી ખાવાના અનેક ફાયદા, આટલી બીમારીઓ તમારાથી ભાગશે દૂર
અળસીમાં વિટામિન બી 1, બી 2, બી 6, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, કોપર, આયર્ન, પ્રોટીન, મેંગેનીઝ, ફોસ્ફરસ સોડિયમ, ઝિંક વગેરે ખનિજો હોય છે જે શરીરને મજબૂત અને રોગમુક્ત બનાવે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભોજન બાદ માવા મસાલા ખાતા લોકોએ અળસી ખાવાની આદત પડવી જોઈએ. માંસહારી લોકોને ઓમેગા-૩ માછલી માંથી મળી જાય છે પરંતુ શાકાહારી લોકોએ ઓમેગા -3 મેળવવા માટે અળસી એક સારો સ્ત્રોત છે. જો તમે તમારા શરીરને નીરોગી રાખવા ઇચ્છતા હોય તો રોજ એક ચમચી અળસીનો ઉપયોગ કરવો જોઈએ.
કેન્સર સામે સુરક્ષા
અળસીનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર,પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચી શકીએ છીએ. જેમાંથી મળતા લિગનન હોર્મોન પ્રતિ સંવેદનશીલ હોય છે.
હૃદય ની બીમારીથી બચાવે
અળસીમાં મળતો ઓમેગા-3 શરીરની બળતરાને ઘટાડે છે અને હ્રદય ની ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ઓમેગા-3 યુક્ત ભોજનથી ધમનીઓ કડક નથી થતી.અને તે સાથે વ્હાઈટ બ્લડ ધમનીની આંતરિક પરતને ચીપકાવી દે છે.
ડાયબિટિસને કાબુમાં
અળસી ખાવાથી ડાયાબિટિસ કાબુમાં રહે છે. અમેરિકામાં ડાયાબિટિસ વાળા દર્દી પર રિસર્ચમાં એ બાબત સામે આવી છે કે અળસીમાં રહેલા લિગનનને કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
કફમાં રાહત
૧૫ ગ્રામ અળસીના બીજને ક્રશ કરી , પાંચ ગ્રામ મુલેઠી, ૨૦ ગ્રામ મિશ્રી , અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી ઢાંકી દો. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પી જાવ. જેની મદદથી તમને ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે.
વજન ઘટાડવા માટે
અળસીમાં લીગ્રીન અને ઓમેગા-૩ જેવા તત્વ આપણા શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે. ઘણા લોકો ને કસરત કરવાનો સમય નથી મળતો તેના માટે અળસી બેસ્ટ ઓપ્શન છે. તેવા લોકોને અળસીનું સેવન કરવું જોઈએ. ત્યારબાદ જમવાના એક કલાક પહેલા એક ચમચી અળસીનું સેવન કરવું જોઈએ.
પાચનતંત્ર માં સુધારો
જો તમારી પાચનશક્તિ નબળી હોય તો મોટાભાગે કબજિયાતની સમસ્યા હોય છે. અળસીનું સેવન કરવાથી પાચનશક્તિમાં પણ સુધારો આવે છે. પરંતુ પાણી પીવાનું વધારે રાખવું જોઈએ.
અસ્થમાના દર્દી માટે
અસ્થમાના દર્દીને અળસી રાહત આપે છે. તેના માટે અળસીના બીજને વાટીને તેમાં પાણી મિક્સ કરી લેવું. પછી આ પાણીને ૧૦ કલાક મૂકી રાખવું. આ પાણીનું દિવસ માં ત્રણ વાર સેવન કરવાથી અસ્થમાના દર્દીને રાહત થશે. સાથે સાથે ઉધરસ માં પણ રાહત થાય છે.
સ્કિન અને વાળને સુંદર બનાવે
અળસીના સેવન થી ત્વચામાં ચમક,વાળની સુંદરતા બન્ને માટે લાભદાયી છે.તેના માટે પણ રોજ બે ચમચી અળસીનું સેવન કરવું જોઈએ. અળસીમાં કોલેજન પ્રોડક્શન અને ત્વચામાં નવા સેલ બનવવામાં મદદરૂપ થાય છે. ઉમર વધે તો પણ આપણી ત્વચામાં ચમક રહે છે.
કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે
અળસીમાં ફાયબર નું પ્રમાણ હોય છે. જે શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ હોય તેને ઓછુ કરે છે.સાથે સાથે હાઈ બ્લડપ્રેશર માં પણ રાહત આપે છે.
મહિલાના હોર્મોન્સ સંતુલિત કરે
અળસીમાં ફાઈટો એસ્ટ્રોજન રહેલા હોય છે. જેના કારણે મહિલાઓને લાભ થાય છે. સ્ત્રીઓને માસિકના સમયે હોર્મોનલમાં ફેરફાર થતા હોય છે. જેના કારણે અનેક સમસ્યાઓ થતી હોય છે. માસિકમાં અકળામણ,અનિયમિત રક્તસ્ત્રાવ ,કમરનો દુખાવો,યોની શુષ્ક જેવી સમસ્યાથી રાહત થાય છે.
સાંધાના દુખાવામાં રાહત
અળસી સાંધાની દરેક તકલીફો માં અસરકારક છે. તેના નિયમિત સેવનથી લોહી પાતળું બને છે. જેના કારણે પગમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે. અને પીડામાંથી રાહત થાય છે. સાંધાના દુખાવામાં અળસીના પાઉડરને સરસિયાના તેલની સાથે ગરમ કર્યા બાદ તેને ઠંડુ પાડી સાંધા પર લગાવવાથી રાહત મળશે.
અળસીથી થતા નુકશાન
જો તમને હાઈ કોલેસ્ટ્રોલ કે ડાયાબીટીસની દવા લેતા હોય તો અળસીનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. વધારે પ્રમાણમાં સેવન કરવાથી નુકશાન થાય છે. જો તમને પાઈલ્સની સમસ્યા હોય તો અળસીનું સેવન કરવું જોઈએ.અળસી ખાધા પછી વધારેમાં વધારે પાણી પીવું. અળસીમાં વધારે પ્રમાણમાં ફાયબર હોવાથી,જો પાણીની કમી હશે તો પેટમાં ગેસ,એસીડીટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે