Remedies For Bad Cholesterol: રસોડાની આ ખાટી-મીઠી વસ્તુ ખોલી દેશે બ્લોક નસોને, બેડ કોલેસ્ટ્રોલને કરશે કંટ્રોલ
Remedies For Bad Cholesterol: જેને બેડ કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય તેણે તેને કંટ્રોલ કરવા માટે નિયમિત દવા પણ લેવી પડે છે. પરંતુ બેડ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવા માટે દવા સાથે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકાય છે.
Remedies For Bad Cholesterol: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. તેથી જ જેને બેડ કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય તેણે તેને કંટ્રોલ કરવા માટે નિયમિત દવા પણ લેવી પડે છે. પરંતુ બેડ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવા માટે દવા સાથે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર દરેક ઘરના રસોડામાં હોય જ એવી આ બે વસ્તુ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે અને નસોના બ્લોકેજને પણ ખોલી શકે છે.
આ પણ વાંચો: Fenugreek Water: રોજ મેથીનું પાણી પીવાથી શરીરની આ તકલીફો દવા લીધા વિના થાય છે દુર
મધ અને કિસમિસ
બેડ કોલેસ્ટ્રોલના કારણે નશોમાં બ્લોકેજ થઈ જાય છે. જેના કારણે બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે. જો નસોના બ્લોકેજને ખોલવું હોય અને બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું હોય તો મધ અને કિસમિસ ખાઈ શકાય છે. મધ સાથે કિસમિસ ખાવાથી શરીરમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ઓછું કરવામાં મદદ મળે છે.
આ પણ વાંચો: Dark Neck Remedy: ગરદન પર જામેલા મેલને મિનિટોમાં સાફ કરી શકે છે રસોડાની આ 5 વસ્તુઓ
મધમાં એવા ગુણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ફેટને અવશોષિત કરવામાં મદદ કરે છે. કિસમિસમાં ફાઇબર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. આ બંને વસ્તુને એક સાથે ખાવાથી ફાયદો થાય છે. તો ચાલો હવે જણાવીએ મધ અને કિસમિસ ને કેવી રીતે ખાવા જોઈએ.
આ પણ વાંચો: આ ડાયટ ચાર્ટ છે વજન ઘટવાની ગેરંટી, ફોલો કરવાથી 7 દિવસમાં જ દેખાવા લાગશે અસર
આ રીતે કરો મધ અને કિસમિસનું સેવન
બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવું હોય તો રાત્રે એક વાટકીમાં એક થી બે ચમચી મધ લઈ તેમાં સાતથી આઠ કિસમિસના ટુકડા કરીને ઉમેરી દો. હવે આ મિશ્રણને રાત આખી ઢાંકીને રાખી દો. સવારે ખાલી પેટ મધ અને કિસમિસ ખાઈ હુંફાળું પાણી પી લેવું. મધ અને કિસમિસનું સેવન અઠવાડિયામાં બે થી ત્રણ વખત જ કરવું. આ રીતે મધ અને કિસમિસ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)