Dark Neck Remedy: ગરદન પર જામેલા મેલને મિનિટોમાં સાફ કરી શકે છે રસોડાની આ વસ્તુઓ, ટ્રાય 5 માંથી કોઈ એક

Dark Neck Remedy: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સૌથી સુંદર લાગે અને તેના માટે તે ચહેરા પર અલગ અલગ વસ્તુઓ પણ લગાડે છે. ચહેરાની સુંદરતા વધારવાની પાછળ ઘણા લોકો ગરદનને ભૂલી જાય છે. જેના કારણે ગરદનની ત્વચા કાળી દેખાવા લાગે છે. ગરદનની કાળી ત્વચા લુકને ખરાબ કરે છે. આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે. જો તમને પણ ગરદનની કાળી ત્વચાની ચિંતા હોય તો આજે તમને પાંચ એવી વસ્તુ વિશે જણાવીએ જેને લગાડવાથી ગરદન પરનો મેલ દુર થઈ જાશે.

ચણાનો લોટ

1/6
image

ચેહરાની સુંદરતા વધારવા માટે જે ચણાના લોટનો ઉપયોગ થાય છે તે ગરદનને પણ સુંદર બનાવી શકે છે. ચણાના લોટની પેસ્ટ બનાવીને ગરદન પર લગાડવાથી મેલ દૂર થાય છે. ચણાના લોટમાં હળદર અને લીંબુનો રસ પણ મિક્સ કરી શકાય છે.

ટમેટા

2/6
image

ટમેટા પણ ગરદન પર જામેલા મેલને દૂર કરવા માટે ફાયદાકારક છે. ટમેટા નેચરલ બ્લીચ જેવું કામ કરે છે. તમે ટમેટા ને નિયમિત ગરદન પર લગાડશો તો અનુભવશો કે સ્કીનની કાળાશ ધીરે ધીરે ઓછી થવા લાગી છે. તેના માટે ટમેટાના રસ ને 20 મિનિટ માટે ગરદન પર લગાડી રાખવો. 

બેકિંગ સોડા

3/6
image

બેકિંગ સોડા પણ ગરદન પરના મેલને અસરકારક રીતે દૂર કરે છે. તેના માટે પહેલા બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને ગરદન પર લગાડી 15 મિનિટ પછી પાણીથી સાફ કરી લેવી.

કાચું દૂધ

4/6
image

કાચું દૂધ પણ ત્વચા માટે ફાયદાકારક છે. કાચું દૂધ ચહેરાની ટેનિંગને દૂર કરવાની સાથે ગરદનનો મેલ પણ ઝડપથી દૂર કરે છે. જો તમે એક મહિના સુધી રોજ ગરદન પર કાચું દૂધ લગાડો છો તો તમને ફાયદો જોવા મળશે.

એલોવેરા

5/6
image

એલોવેરા ડાર્ક સ્કીન માટે પણ લાભકારી છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાનો રંગ ખીલે છે. તેને નિયમિત લગાડવાથી ગરદનની કાળી ત્વચા દુર થઈ જાય છે.

6/6
image