Weight Loss Tips: આ ડાયટ ચાર્ટ છે વજન ઘટવાની ગેરંટી, ફોલો કરવાથી 7 દિવસમાં જ દેખાવા લાગશે અસર

Diet Chart: વજન ઘટાડવાની શરૂઆત કરવી હોય તો તમે આ ડાયટ ચાર્ટ ફોલો કરી શકો છો. આ ડાયટ ચાર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તમારે કયા સમયે શું ખાવું. જો તમે આ ડાયટ ચાર્ટને ફોલો કરશો તો જ અનુભવશો કે શરીરમાં જામેલી ચરબી ઓછી થવા લાગી છે. 

Weight Loss Tips: આ ડાયટ ચાર્ટ છે વજન ઘટવાની ગેરંટી, ફોલો કરવાથી 7 દિવસમાં જ દેખાવા લાગશે અસર

Diet Chart: જે લોકોનું વજન વધી ગયું હોય તેવો વજન ઓછું કરવા માટે એક્સરસાઇઝથી લઈને ઉપવાસ સુધીના અનેક ઉપાય અજમાવે છે. પરંતુ તેમ છતાં વજન ઘટવાનું નામ નથી લેતું. તેનું મુખ્ય કારણ હોય છે કે વજન ઘટાડવાની ઉતાવળમાં કેટલીક મહત્વની બાબત પર ધ્યાન આપવામાં આવતું નથી. વજન ઝડપથી ઘટાડવું હોય તો સૌથી પહેલા તમે સવારના નાસ્તાથી લઈ રાતના ભોજન સુધીમાં કઈ કઈ વસ્તુનું સેવન કરો છો તેના પર ધ્યાન આપવું જોઈએ. તમારી દિનચર્યા અને લાઈફ સ્ટાઈલ અનુસાર ભોજન કરવાનું રાખશો તો વજન ઝડપથી ઘટવા લાગશે.

વજન ઘટાડવાની શરૂઆત કરવી હોય તો તમે આ ડાયટ ચાર્ટ ફોલો કરી શકો છો. આ ડાયટ ચાર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તમારે કયા સમયે શું ખાવું. જો તમે આ ડાયટ ચાર્ટને સાત દિવસ સુધી ફોલો કરશો તો જ અનુભવશો કે તમારા શરીરમાં જામેલી ચરબી એક સપ્તાહમાં જ ઓછી થવા લાગી છે. 

દિવસની શરૂઆત

સવારની શરૂઆત હુંફાળા પાણીમાં લીંબુ અને મધ ઉમેરીને કરો. તમે આ સમયે હર્બલ ટી અથવા તો ગ્રીન ટી પણ લઈ શકો છો. જો તમારે લીંબુનું પાણી કે ગ્રીન ટી ન પીવી હોય તો ઓછામાં ઓછા બે ગ્લાસ પાણી પીવાનું રાખો. 

નાસ્તો

સવારના નાસ્તામાં લીલા શાકભાજી ઉમેરીને ઓટ્સ કે ઉપમા ખાઈ શકો છો. આ સિવાય કોઈ વખત કોર્નફ્લેક્સ સાથે દૂધ પણ લઈ શકાય છે. જો તમે ઈંડા ખાતા હોય તો બાફેલા ઈંડા પણ લઈ શકો છો. 

બ્રંન્ચ

બપોરના ભોજન પહેલા પાંચથી દસ બદામ સાથે ચા અથવા કોફી લઈ શકાય છે. જો ચા આદુ, તુલસી, તજ, એલચી વગેરે ઉમેરીને બનાવો તો સૌથી સારું.

બપોરનું ભોજન

બપોરના ભોજનમાં એક વાટકી બ્રાઉન રાઈસ, સલાડ, એક વાટકી દાળ, એક વાટકી શાક અને બે મલ્ટીગ્રેન લોટમાંથી બનેલી રોટલી ખાવી.

સાંજનો નાસ્તો

સાંજે ચા પીવને બદલે તમે વેજીટેબલ સૂપ, શેકેલા ચણા, સ્પ્રાઉટસ જેવી વસ્તુ ખાઈ શકો છો.

રાતનું ભોજન

રાતનું ભોજન સુવાના બે થી ત્રણ કલાક પહેલા કરી લેવું. રાત્રે ભોજનમાં એક બાઉલ સૂપ, એક બાઉલ સલાડ સૌથી પહેલા ખાધું અને ત્યાર પછી કોઈ હળવો આહાર લેવો. 

આ ડાયટ ચાર્ટ ફોલો કરવા ઉપરાંત દિવસ દરમિયાન ઓછામાં ઓછી 30 મિનિટ કોઈપણ એક્સરસાઇઝ કરવી. જો તમે નિયમિત આ ડાયટને ફોલો કરીને એક્સાઇઝ કરવાનો રાખશો તો વજન ઝડપથી ઘટવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news