Surat News સુરત : ગુજરાતીઓનો સ્વાદનો ચટાકો બહુ ભારે. તેમાં પણ દરેકની પસંદ પિત્ઝા પહેલી હોય છે. વિકેન્ડ હોય કે પાર્ટી પિત્ઝા જોઈન્ટ્સ પર હંમેશા ભીડ રહેતી હોય છે. સ્વાદના શોખીન ગુજરાતીઓને હવે આ ચટાકો ભારે પડી રહ્યો છે. માર્કેટમાં હવે હલકી કક્ષાની ખાણીપીણીની વસ્તુઓ વેચાઈ રહ્યાં છે. આ વસ્તુઓ લોકો બહુ શોખથી ખાઈ રહ્યાં છે. પરંતુ શુ તમને ખબર છે કે પિત્ઝામાં હલકી કક્ષાનું ચીઝ અને માયોનીઝ વપરાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યુ છે. ખાણીપીણીના વિવિધ એકમો પર દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આવામાં પીઝા હટ અને લાપીનોઝમાં વપરાતી ચીઝ હલકી કક્ષાની હોવાનો ઘટસ્ફોટ થયો છે. કુલ 6 એકમોમાં 40 કિલો ચીઝનો નાશ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના આરોગ્ય વિભાગ દ્વારા પિઝા વેચતા એકમોમા જઇને ચીઝના નમુના એકત્ર કરાયા હતા. તમામ દુકાનોમાં વપરાતા ચીઝ, માયોનીઝના સેમ્પલ ધારાધોરણ મુજબના આવ્યા નથી. એમ કહો કે આ પીઝા માટે ફેમસ બ્રાન્ડ છે, જેઓ માત્ર પીઝા વેચીને કમાણી કરે છે. તોતિંગ રૂપિયા વસૂલતી આ બ્રાન્ડ પણ પીઝાની ક્વોલિટી જાળવી શકી નથી. પીઝા હટ, ડોમીનોઝ પીઝા, લા પીનોઝ જેવા પીઝા પણ હલકી કક્ષાનું ચીઝ વાપરી રહ્યા છે. 


ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓના આવા હાલ થાય છે, એક પરિવારે શેર કર્યો વીડિયો


આ બ્રાન્ડના સેમ્પલ નીકળ્યા ફેલ


1. ઘોડ દોડ રોડ પર આવેલા પીઝા હટ
2. પીપલોદ ખાતે આવેલા કે એસ ચારકોલ
3. એલ.પી.સવાણી રોડ પર ડેન્સ પીઝા
4. જહાંગીરાબાદ ખાતે ટાઇ મ્સ ગેલેકસીમાં ગુજ્જુ કાફે 
5. વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલા ડોમીનોસ પિઝા
6. ઉગત પાસે આવેલા લા પીનોઝ પીઝા


લોકો હવે આ રીતે પોતાની પાસે રહેલી 2000 રૂપિયાની નોટ વટાવવા નીકળ્યા


આજકાલ નકલી વસ્તુઓ અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓથી બચીને રહેવાની જરૂર છે. લોકોને આજકાલ બહાર ખાવાનો શોખ વધુ હોય છે. પરંતુ પૈસા ખર્ચીને પણ તેઓ બીમારીઓ નોતરી રહ્યાં છે. સુરતમાં આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે. જેમાં થોડા દિવસો પહેલા પાડવામાં આવેલી રેડ બાદ અનેક નમૂના ફેલ નીકળ્યા છે. તાજેતરમાં ઉનાળામાં ઠેકઠેકાણે ખવાતા પેસ્ટ્રી-કેક, મરી-મસાલા, આઇસક્રીમ અને આઇસ ગોળાના નમૂના ફેલ નીકળ્યા હતા.