Weight Gain Reasons: આજના સમયમાં લોકોનું જીવન બેઠાડું થઈ રહ્યું છે અને આહાર શૈલી ખરાબ થઈ રહી છે. જેના કારણે લોકો સ્થૂળતાનો શિકાર થાય છે. શરીરનું અચાનક વજન વધવું એ જોખમી હોય છે. ખાસ કરીને મહિલાઓ માટે આ ખૂબ જ ગંભીર સમસ્યા હોય છે. લગ્ન પછી જેમ જેમ ઉંમર વધે છે તેમ વજન ઝડપથી વધવા લાગે છે. વજનમાં થતો અચાનક વધારો ચાર મોટી બીમારીઓનો સંકેત પણ કરે છે. મોટાભાગની મહિલાઓ આ અંગે અજાણ હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે એવા ચાર કયા કારણો છે જેના લીધે વજન અચાનક વધે છે અને તેના કારણે કઈ ગંભીર સમસ્યા થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


પેટમાં વારંવાર થઈ જાય છે ગડબડ ? હવે પેટ બગડે તો અજમાવજો આ ઘરગથ્થુ નુસખો


આ રીતે કરશો Black salt નો ઉપયોગ તો કંટ્રોલમાં રહેશે Blood Sugar


Liver Detox: લીવરમાંથી બધો જ કચરો દુર કરશે આ 4 સસ્તા Food, શરીરના રોગ થશે દુર


હોર્મોનલ ફેરફાર


યુવતીના લગ્ન પછી તેના શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે. શારીરિક સંબંધોના કારણે શરીરમાં જે હોર્મોનલ ફેરફાર થાય છે તેના કારણે યુવતીઓનું વજન ઝડપથી વધે છે. 


બેઠાડું જીવનશૈલી


જે મહિલાઓ નોકરી કરતી હોય છે તેમને કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવાનું હોય છે. આવી સ્થિતિમાં કવરના દુખાવાની સાથે વજન પણ ઝડપથી વધવા લાગે છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવાથી ફિઝિકલ મોમેન્ટ ઓછી થઈ જાય છે અને તેના કારણે કેલરી બળતી નથી પરિણામે પેટ, કમર અને કુલ્હાના ભાગે ચરબી વધવા લાગે છે. 


પાણી ઓછું પીવું


જે લોકો પોતાનું વજન વધવા દેવા ઇચ્છતા નથી તેમણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જે લોકો પાણી પીતા નથી તેમનું વજન ઝડપથી વધી જાય છે. સાથે જ શરીરમાં નબળાઈ અને થાક પણ રહે છે. આ રીતે જ્યારે વજન વધે છે તો શરીરમાં ઘણી બધી બીમારીઓ પણ આવે છે.


ઊંઘ પૂરી ન થવી


વજનમાં અચાનક વધારો થવાનું એક કારણ અપૂરતી ઊંઘ પણ છે. મોટાભાગે મહિલાઓ નિયમિત રીતે સાતથી આઠ કલાકની ઊંઘ કરી શકતી નથી તેના કારણે તેમનું વજન ઝડપથી વધવાની શરૂઆત થઈ જાય છે.


આ બીમારીઓ થવાનું વધે છે જોખમ


જો કંઈ મહિલાનું વજન અચાનક વધવા લાગે તો તે કેટલીક ગંભીર બીમારીઓ ને પણ આમંત્રણ આપી શકે છે. વજન વધવાથી ડિપ્રેશન, એન્ઝાઈટી, થાઇરોડ, આંતરડાની સમસ્યા પણ થઈ શકે છે.