પેટમાં વારંવાર થઈ જાય છે ગડબડ ? હવે પેટ બગડે તો અજમાવજો આ ઘરગથ્થુ નુસખો, તુરંત મળશે આરામ

Home remedy for Upset Stomach: ઘણી વખત કબજિયાત એટલી થઈ જાય છે કે દવાઓ લેવી પડે છે. આવી દવા થોડા દિવસ રાહત આપે છે પરંતુ તેની આડઅસર થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે ઘરગથ્થુ ઈલાજ કરશો તો પેટની સમસ્યામાંથી તુરંત છુટકારો મળશે.  

પેટમાં વારંવાર થઈ જાય છે ગડબડ ? હવે પેટ બગડે તો અજમાવજો આ ઘરગથ્થુ નુસખો, તુરંત મળશે આરામ

Home remedy for Upset Stomach: કેટલાક લોકોનું પેટ વારંવાર ખરાબ થઈ જાય છે. તેનું કારણ યોગ્ય સમયે ભોજન ન કરવું અથવા તો વધારે પડતું મસાલેદાર કે તળેલું ભોજન હોય છે. જેના કારણે વારંવાર વોશરૂમ સુધી દોડવું પડે છે. તો ઘણી વખત કબજિયાત એટલી થઈ જાય છે કે દવાઓ લેવી પડે છે. આવી દવા થોડા દિવસ રાહત આપે છે પરંતુ તેની આડઅસર થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે ઘરગથ્થુ ઈલાજ કરશો તો પેટની સમસ્યામાંથી તુરંત છુટકારો મળશે.  

આ પણ વાંચો:

- કાયમી કબજિયાત રહેતી હોય તો સવારે ઉઠીને હુંફાળું પાણી પીવું. જો તમે પાણીમાં લીંબુ અને મીઠું મિક્સ કરીને પીશો તો ફાયદો વધુ થશે. પાણી પીધા પછી 5 મિનિટ સુધી સ્ટ્રેચિંગ કરો. 

- આ સિવાય તમારી ડેઈલી ડાયટમાં પપૈયુ, સફરજન, દાડમ અને નાસપતી ઉમેરો. આ સિવાય ગાજર, બીટ, આમળા, પાલક, ટામેટાનો જ્યૂસ પીવાનું રાખો. તેનાથી પેટનું સ્વાસ્થ્ય સુધરે છે.  

- પેટની ગરમીની સમસ્યા હોય તો ગુલાબના પાંદડા, વરિયાળી, એલચી, મધને પીસી અને પેસ્ટ બનાવો આ પેસ્ટની એક ચમચી રોજ ખાવી. 

- એસિડિટીથી રાહત મેળવવા માટે રોજ વરિયાળી અને સાકર ચાવીને ખાવા જોઈએ. આ સિવાય વરિયાળીનું પાણી પીવાનું શરૂ કરો.  

- પેટની તકલીફો દુર કરવા માટે ફણગાવેલી મેથી ખાવાથી લાભ થાય છે. ત્રિફળા પાવડર પણ પેટ માટે ફાયદાકારક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news