Side Effects Of Beetroot: બીટ એક સુપર ફૂડ છે. તે આયરનથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી એનિમિયા અને માસિક સંબંધિત સમસ્યામાં રાહત મળી શકે છે. બીટ ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેનાથી શરીરમાં રક્તની ઉણપ દૂર થાય છે અને તે રોગ સામે લડવાની શક્તિ પણ વધારે છે. બીટથી થતા લાભ પ્રાપ્ત કરવા માટે બીટને જ્યુસ તરીકે અથવા તો સલાડ તરીકે વધારે લેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બીટ શરીરને કેટલીક બાબતમાં નુકસાન પણ કરી શકે છે.? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Mouth Ulcer થી તુરંત મળશે રાહત, જોરદાર અસર કરે છે રસોડામાં રહેલી આ વસ્તુ ચાંદા પર


આ લોકોએ ભુલથી પણ ન ખાવું લસણ, ફાયદો કરવાને બદલે કરશે નુકસાન


સવારે પેટ સાફ નથી આવતું ? તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય, સવારે પેટ થઈ જશે હળવું


બીટ ખાવાથી થતા નુકસાન


- બીટમાં નાઈટ્રેટ નું પ્રમાણ વધારે હોય છે. નિષ્ણાતોનું જણાવવું છે કે શરીરમાં નાઇટ્રેટનું પ્રમાણ વધી જાય તો પેટમાં સમસ્યા થઈ શકે છે. આજ કારણ છે કે કેટલાક લોકો બીટનું સેવન કરે તો તેમનું પેટ ખરાબ થાય છે અથવા તો પાચન સંબંધિત સમસ્યા થાય છે. ગર્ભવતી મહિલાઓ એ પણ બીટનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ.


- બીટમાં કોપર, આયરન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ હોય છે. તેનું વધારે પ્રમાણ લીવરને નુકસાન કરી શકે છે.


- બીટ ઓક્સલેટ થી ભરપૂર હોય છે. જો તેનું પ્રમાણ પણ શરીરમાં વધી જાય તો પથરીની સમસ્યા થઈ શકે છે. જે લોકો પહેલાથી જ પથરીના દર્દી છે તેમણે બીટ ખાવાનું ટાળવું જોઈએ કારણકે બીટ કિડની સ્ટોર ને વધારી શકે છે 


- લો બ્લડ પ્રેશર રહેતું હોય તેવા લોકોએ પણ બીટનું સેવન કરવું નહીં કારણ કે બીટનું સેવન કરવાથી બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર એક ગ્લાસ બીટનું જ્યુસ પીવાથી બીપીનું સ્તર ઝડપથી ઘટી જાય છે.


- બીટનું સેવન કરવાથી એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે તેના કારણે ત્વચા પર ખંજવાળ આવવી રેસીશ થઈ જવા જેવી તકલીફ પણ થઈ જાય છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)