Mouth Ulcer થી તુરંત મળશે રાહત, જોરદાર અસર કરે છે રસોડામાં રહેલી આ વસ્તુ ચાંદા પર
Home Remedies For Mouth Ulcer: મોમાંમાં વારંવાર પડતાં ચાંદાને દૂર કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકાય છે. તો ચાલો તમને જણાવીએ રસોડામાં રહેલી કઈ વસ્તુઓ છે જેનો ઉપયોગ કરવાથી ચાંદાની તકલીફમાં તુરંત રાહત મળે છે.
Trending Photos
Home Remedies For Mouth Ulcer: પેટની ગરમીના કારણે ઘણી વખત મોઢામાં ચાંદા પડી જાય છે. કેટલાક લોકોને તો વારંવાર મોઢામાં ચાંદા પડવાની તકલીફ થતી હોય છે. જ્યારે મોઢામાં ચાંદા પડે છે તો કોઈ પણ વસ્તુ ખાવામાં ખૂબ જ તકલીફ પડે છે. ઘણી વખત તો ચાંદા એટલા બધા હોય છે કે પાણી પીવાથી પણ દુખાવો થાય. મોમાંમાં વારંવાર પડતાં ચાંદાને દૂર કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકાય છે. તો ચાલો તમને જણાવીએ રસોડામાં રહેલી કઈ વસ્તુઓ છે જેનો ઉપયોગ કરવાથી ચાંદાની તકલીફમાં તુરંત રાહત મળે છે.
આ પણ વાંચો:
મધ
મધમા ઘણા ગુણ હોય છે. સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મધ ખૂબ ઉપયોગી થાય છે. તેવી જ રીતે મોઢામાં પડતા ચાંદા માટે પણ મધ ઉપયોગી છે. મોઢામાં ચાંદા પડ્યા હોય તો મધ ના થોડા ટીપા ચાંદા પડ્યા હોય ત્યાં મૂકી દેવા. ત્યાર પછી 10 મિનિટ સુધી કંઈ પણ ખાવું પીવું નહીં જેથી મધ ચાંદા ઉપર રહે. દિવસમાં ચાર વખત ચાંદા પર મધ લગાડશો એટલે ચાંદા તુરંત મટી જશે.
મીઠાનું પાણી
મોઢામાં ચાંદા પડી ગયા હોય તો એક ગ્લાસમાં હૂંફાળું ગરમ પાણી લઈ તેમાં એક ચમચી મીઠું મિક્સ કરી તેનાથી થોડી થોડી કલાકે કોગળા કરવા. આમ કરવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે અને ચાંદામાં પણ રાહત થાય છે.
હળદર પાવડર
હળદર દરેક ઘરમાં હોય છે. હળદર ઈન્ફેકશનથી લડવામાં મદદ કરે છે અને સાથે જ મોઢામાં પડેલા ચાંદા પણ મટાડી શકે છે. તેના માટે થોડો હળદર પાવડર લેવો તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને રોજ સવારે અને સાંજે ચાંદા પર લગાવો. આમ કરવાથી મોઢાના ચાંદાથી મુક્તિ મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે