રસોડામાં રહેલી આ બે વસ્તુનું કરો સેવન, પાચનતંત્રની બધી સમસ્યા કરશે દૂર, શરીર થઈ જશે ડિટોક્સ
જાણો કાળું મીઠું અને હિંગ એકસાથે ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત કઈ કઈ સમસ્યાઓ દૂર થાય છે?
નવી દિલ્હીઃ બ્લેક સોલ્ટ અને હીંગ તે મસાલામાંથી એક છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ બંને મસાલાનું એક સાથે સેવન કરવાથી તમને સ્વાસ્થ્ય સંબંધી ઘણા ફાયદા મળશે. હકીકતમાં કાળા નકમ અને હીંગ બંને પાચનતંત્ર માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આ સિવાય અન્ય રોગોમાં પણ ઉપયોગી છે. આવો જાણીએ કાળું મીઠું અને હીંગનું સેવન કરવાથી તમને કયાં-કયાં ફાયદા થશે?
આ પરેશાનીઓમાં ઉપયોગી
પેટના દુખાવામાં રાહતઃ જો તમને પેટમાં દુખાવો થઈ રહ્યો છે તો તમે હીંગની સાથે એક ગ્લાસ હુંફાળા પાણીમાં કાળું મીઠું મિક્સ કરો અને પીવો એટલે તમને રાહત મળશે.
મેટાબોલિઝ્મ વધારેઃ આજકાલની અનહેલ્ધી લાઇફસ્ટાઇલમાં લોકોનું મેટાબોલિઝ્મ સ્લો રહે છે. જેના કારણે લોકો મોટાપાનો શિકાર થઈ રહ્યાં છે. તેવામાં તમારૂ મેટાબોલિઝ્મ વધારવા માટે હીંગ અને કાળા નમકનું સેવન કરો. એક ગ્લાસ પાણીમાં એક ચપટી હીંગ અને કાળું નમક મીક્સ કરી પીવાથી મેટાબોલિઝ્મ ઝડપી બને છે.
પાચનતંત્ર રહેશે મજબૂતઃ જો તમારા પાચનમાં ગડબકી છે તો તમારા ડાઇટમાં કાળું મીઠું અને હીંગ જરૂર સામેલ કરો. આ હીંગ અને કાળા નમકને પાણીમાં મિક્સ કરી પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
આ પણ વાંચોઃ ડાયાબિટીસના દર્દીઓ આ 3 પ્રકારની રોટલીનું કરે સેવન, બ્લડ સુગર કંટ્રોલ થશે
ટોક્સિનને બહાર કાઢવામાં મદદઃ કાળું મીઠું અને હીંગનું પાણી પીવાથી તમારી બોડી ડિટોક્સ થાય છે. આ પાણી તમારી બોડીને ડિટોક્સ કરી બધી ગંદકી બહાર કાઢે છે અને તમારા શરીરને ડિટોક્સ કરે છે.
એસિડિટીથી છુટકારોઃ એસિડિટીની સમસ્યાથી પીડિત અપચો, ગેસ્ટ્રિક સોજા, હાર્ટબર્ન, અને બળતરાથી પરેશાન રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડિત છો તો કાળા નમક અને હીંગનું પાણી પીવાનું શરૂ કરો. આ બંને મસાલાનું પાણી પેટને ઠંડુ કરે છે અને એસિડિટીથી છુટકારો અપાવે છે.
ડાયાબિટીસમાં ફાયદાકારકઃ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કાળા નમક અને હીંગનું સેવન ફાયદાકારક છે. આ પાણી પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તે સારી ઉંઘમાં પણ મદદ કરે છે.
ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.