ડાયાબિટીસના દર્દીઓ આ 3 પ્રકારની રોટલીનું કરે સેવન, બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મળશે મદદ
Roti For Diabetes: ડાયાબિટીસના દર્દીઓ આ 3 પ્રકારના લોટથી બનેલી રોટલીનું કરે સેવન. કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર લેવલ.
Trending Photos
Roti For Diabetes: દુનિયાભરમાં ડાયાબિટીસની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. આજના સમયમાં લગભગ દરેક ઉંમરના લોકો આ બીમારીની ઝપેટમાં આવી રહ્યાં છે. ડાયાબિટીસને સામાન્ય ભાષામાં બ્લડ સુગર પણ કહેવામાં આવે છે, આ એક એવી સમસ્યા છે જે ખરાબ ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલને કારણે થઈ શકે છે. ડાયાબિટીસની કોઈ ચોક્કસ દવા નથી, તેને લાઇફસ્ટાઇલ અને ખાનપાનમાં ફેરફાર કરી કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ પોતાના ખાનપાનમાં સુધાર નથી કરતા તો તેના શરીરમાં બ્લડ સુગર લેવલ વધી શકે છે. બ્લડ સુગર લેવલ વધવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાવાપીવામાં ધ્યાન રાખવું જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ઘઉંના લોટની રોટલીની જગ્યાએ આ અનાજની રોટલીનું સેવન કરી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓએ કયાં લોટની રોટલી ખાવી જોઈએ- (Which Roti Flour Is Best For Diabetics)
1. રાગીની રોટલી- (Ragi Roti)
રાગીને ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારા ડાઇટમાં રાગીનો લોટ સામેલ કરી શકો છો. રાગીના લોટથી તમે લાડવા, પરાઠા પણ બનાવી શકો છો.
2. જુવારની રોટી- (Jau Roti)
જુવારનો લોટ ફાઇબરથી ભરપૂર હોય છે, જેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. વિટામિન બી કોમ્પ્લેક્સ, આયરન, મેગ્નીશિયમની સાથે કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર જુવારનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક થઈ શકે છે.
3. રાજગરાની રોટલી- (Rajgira Roti)
રાજગરાનો લોટ સ્વાસ્થ્ય માટે ખુબ સારો માનવામાં આવે છે. આ લોટથી તમે ઘણા પ્રકારની રેસિપી બનાવી શકો છો. ઓછા ગ્લાઇસેમિક ઈન્ડેક્સવાળા રાજગરાના લોટમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઓછી હોય છે. તેવામાં આ લોટ શરીરમાં બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે