Blood Pressure Control Tips: દરરોજ 5 મિનિટ કરો આ નાનું કામ, બીપી થઈ જશે કંટ્રોલ, રિસર્ચમાં થયો ખુલાસો
Blood Pressure Reduce Exercise: બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે એક્સરસાઇઝ ખુબ ફાયદાકારક છે. રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે.
Blood Pressure Control Tips: બ્લડ પ્રેશર વધવાથી ઘણા પ્રકારની સમસ્યાનો ખતરો વધી જાય છે. બીપી એટલે કે પ્રેશર વધવા માટે ઘણા કારણ જવાબદાર હોય છે, જેમાં ખરાબ ડાયટ, મીઠાનું વધુ સેવન, દારૂનું સેવન, ફિઝિકલ એક્ટિવિટીની કમી, મોટાપો, માનસિક તણાવ અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા મુખ્ય છે. લાંબા સમય સુધી હાઈ બ્લડ પ્રેશર રહેવાથી હાર્ટના રોગો, કિડનીમાં મુશ્કેલી, સ્ટ્રોક અને લિવરની સમસ્યા થવાનો ખતરો વધી જાય છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા કરો આ કામ
હેલ્થ એક્સપર્ટનું પણ માનવું છે કે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ફિઝિકલ એક્ટિવિટી ખુબ ઉપયોગી થાય છે. નિયમિત રીતે કસરત કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ખુબ મદદ મળે છે. એક્સપર્ટ પ્રમાણે હેલ્ધી સ્વાસ્થ્ય માટે દરરોજ 30થી 60 મિનિટ સુધી કસરત કરવી ખુબ ફાયદાકારક છે.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન દ્વારા સપોર્ટેડ સ્ટડી અનુસાર બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે તમારા દરરોજના કસરત રૂટીનથી માત્ર 5 મિનિટ એક્સ્ટ્રા એક્સરસાઇઝ કરવી ખુબ લાભકારી થઈ શકે છે. રિસર્ચ પ્રમાણે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે હેવી કરસત કરવાની જગ્યાએ રેગુલર અને હળવી કસરત કરવી જોઈએ. આમ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ખુબ મદદ મળે છે.
આ પણ વાંચોઃ 'વિન્ટર બ્લૂઝ' કોને કહેવાય છે, અને આ શિયાળામાં થતી શ્વાસની તકલીફથી કેવી રીતે છે અલગ?
રિસર્ચમાં થયો ખુલાસો
બ્લડ પ્રેશરને લઈને આ રિસર્ચ લંડન યુનિવર્સિટી અને સિડની યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યું છે. આ રિસર્ચ પ્રમાણે 15000 લોકોને 24 કલાક સુધી ટ્રેક કરવાની સાથે તેને પોતાના રૂટીનથી માત્ર 5 મિનિટ વધુ કસરત કરાવવામાં આવી. જેમાં સાયકલ ચલાવવી અને સીડીઓ ચડવી સામેલ કરવામાં આવ્યા. ત્યારબાદ લોકોના બ્લડ પ્રેશર લેવલમાં ઘણો સુધાર જોવા મળ્યો.
આ રિસર્ચ પ્રમાણે એક્સરસાઇઝ કરવાથી બ્લડ પ્રેશર પર પોઝિટિવ પ્રભાવ પડે છે. જે લોકો ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા તે લોકો માટે એક્સરસાઇઝ કરવી ખુબ ફાયદાકારક છે. એક્સરસાઇઝ કરવાથી આપણું શરીર એક્ટિવ રહે છે અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાથી બચી શકાય છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.