How To Control High Blood Sugar: બેઠાડું જીવનશૈલી અને ખરાબ આહાર પદ્ધતિ ડાયાબિટીસ થવાનું જોખમ અનેક ગણું વધારી દે છે. શરીરમાં ઇન્સ્યુલિન પ્રોડક્શન પ્રભાવિત થાય એટલે બ્લડ સુગર લેવલ વધી જાય છે. લાંબા સમય સુધી ડાયાબિટીસ રહે તો શરીરના અંગોને પણ અસર થવા લાગે છે. તેથી સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવું જરૂરી છે અને તેના માટે પોતાના આહાર ઉપર ધ્યાન આપવું જોઈએ. ડાયાબિટીસ હોય તેવા લોકોએ પોતાની ડાયેટમાં કેટલાક એવા ફળનો સમાવેશ કરવો જોઈએ જે બ્લડ સુગર લેવલની કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો આ છ પ્રકારના ફળનો સમાવેશ તમે તમારી ડેઇલી ડાયટમાં કરો છો તો બ્લડ સુગર લેવલની કંટ્રોલ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ડાયાબિટીસથી બચવા અને બ્લડ સુગરને કંટ્રોલ કરવાના આ છે સૌથી અસરકારક દેશી નુસખા


ઝડપથી ઘટાડવું હોય વજન તો આ 3 વસ્તુને કહી દો બાય બાય... 30 દિવસમાં જોવા મળશે ફરક


Diabetes ના દર્દી દૂધમાં ઉમેરીને પીવાનું રાખે આ 3 વસ્તુ તો કંટ્રોલમાં રહે છે Sugar


ડ્રેગન ફ્રુટ


ડ્રેગન ફ્રુટમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી શરીરની કોશિકાઓને થતું નુકસાન અટકે છે. તેમાં સુગરનું પ્રમાણ અન્ય ફળની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાવા યોગ્ય ફળ છે.


પપૈયુ


એક રિસર્ચ અનુસાર ઉનાળા દરમિયાન પપૈયું ખાવું જોઈએ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારમાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી શરીરમાં જે નુકસાન થાય છે તે અટકે છે. પપૈયું લો કેલેરી વાળું ફળ છે જેના કારણે બ્લડ સુગર વધતું નથી અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. 


જાંબુ


જાંબુ અથવા તો બ્લેક પ્લમ્બ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સારું ફળ માનવામાં આવે છે. જાંબુમાં 82% પાણી અને ૧૪ ટકા કાર્બોહાઇડ્રેટ હોય છે. તેમાં સુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તે શરીરમાં શુગર વધવાની પ્રક્રિયાને ખૂબ જ ધીમી કરે છે. સાથે જ સુગર લેવલમાં અચાનક થતા વધારાને પણ તે અટકાવે છે. જાંબુનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ સુધરે છે. 


કીવી


કીવી હાઇફાઇબર યુક્ત ફળ છે. તેનાથી બ્લડ શુગર ને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કીવી ઝડપથી ગ્લુકોઝમાં પરિવર્તિત નથી થતી જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે અને ઝડપથી વધવા નથી દેતી. 


આ પણ વાંચો:


Jogging કર્યા પછી ખાવી જોઈએ આ વસ્તુઓ, મસલ્સ થશે સ્ટ્રોંગ અને નહીં થાય Body Pain


હદ કરતાં વધારે લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, થાય છે આ નુકસાન


સફરજન


રોજ એક સફરજન ખાવાથી ક્યારેય ડોક્ટર પાસે જવું પડતું નથી. કારણ કે સફરજન માં એવા પોષક તત્વો હોય છે જે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે. સફરજન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે કારણ કે ટેબ્લેટ શુગર લેવલને ઝડપથી વધારતું નથી.


સંતરા


એક રિસર્ચ અનુસાર ડાયાબિટીસના દર્દીઓ માટે સંતરા સુપરફુડ સમાન છે. સંતરા વિટામિન સી ફાઇબરથી ભરપૂર હોય છે. સંતરા ખાવા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારી છે.