હદ કરતાં વધારે લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, થાય છે આ નુકસાન
Side Effect Of Lemon Water: ગરમીના દિવસોમાં લીંબુ પાણી ફાયદો કરે છે તેવું માનીને લોકો દિવસ દરમિયાન બે થી ત્રણ વખત લીંબુપાણી ઘટાઘટ પી જાય છે. પરંતુ હદ કરતાં વધારે લીંબુ પાણી પીવું નુકસાનકારક સાબિત થાય છે.
Trending Photos
Side Effect Of Lemon Water: ગરમીની શરૂઆત થાય એટલે કંઈક ઠંડુ ઠંડુ પીવાની ઈચ્છા થયા કરે. સામાન્ય રીતે જે લોકો ઘરની બહાર હોય તેવો લીંબુ પાણી પીવાનું પસંદ કરે છે. ગરમીના દિવસોમાં લીંબુ પાણી ફાયદો કરે છે તેવું માનીને લોકો દિવસ દરમિયાન બે થી ત્રણ વખત લીંબુપાણી ઘટાઘટ પી જાય છે. તો વળી કેટલાક લોકોની માન્યતા હોય છે કે લીંબુ પાણી પીવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. પરંતુ હદ કરતાં વધારે લીંબુ પાણી પીવું નુકસાનકારક સાબિત થાય છે.
લીંબુ વિટામિન સી થી ભરપૂર હોય છે. વિટામીન સી શરીર માટે જરૂરી છે પરંતુ એક હદ કરતાં વધારે કોઈ પણ વસ્તુ શરીરમાં જાય તો તેની આડ અસર શરીરના અંગો ઉપર પડે છે. તેથી ડોક્ટર પણ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવાનું જણાવે છે.
આ પણ વાંચો:
પેટનો દુખાવો
વધારે પ્રમાણમાં વિટામીન સી લેવાથી પેટમાં એસિડિક ક્રિએશન વધી જાય છે. જેના કારણે પેટનો દુખાવો ઉલટી ઝાડા જેવી તકલીફ થઈ શકે છે. જે લોકોને ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લેક્શન હોય તેમણે લીંબુ ઓછું પીવું જોઈએ.
મોઢામાં ચાંદા
વધારે લીંબુ પીવાથી મોઢામાં ચાંદા પડી શકે છે. કારણકે લીંબુમાં રહેલું સાઈટ્રિક એસિડ ઓરલ ટીશ્યુને નુકસાન કરે છે તેના કારણે મોઢામાં ચાંદા અને બળતરા થઈ શકે છે.
દાંત નબળા પડે છે
શક્ય હોય ત્યાં સુધી લીંબુ પાણી પીવો ત્યારે સ્ટ્રોનો ઉપયોગ કરવો. લીંબુપાણી દાંતના સંપર્કમાં આવે તો દાંતને નબળા પાડી શકે છે. તેથી લીંબુ દાંતના સંપર્કમાં ન આવે તેવો પ્રયત્ન કરવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે