Stroke Symptoms: સ્ટ્રોક આવે તેના 7 દિવસ પહેલા શરીરમાં દેખાય છે આ 5 લક્ષણ, ઈગ્નોર કરવાની ન કરવી ભુલ
Stroke Symptoms: બ્રેઇન સ્ટ્રોક ક્યારેય અચાનક આવતો નથી. બ્રેઇન સ્ટ્રોક આવે તેના થોડા દિવસ પહેલાં શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. મોટાભાગના લોકો આ લક્ષણોને સામાન્ય સમજીને અવગણના કરે છે.
Stroke Symptoms: સ્ટ્રોકને બ્રેન એટેક પણ કહેવાય છે. સ્ટ્રોક ત્યારે આવે છે જ્યારે મગજ સુધી પર્યાપ્ત માત્રામાં રક્તની સપ્લાય થઈ શકતી ન હોય. અથવા તો મગજમાં કોઈ નસ ફાટી જાય. આ સ્થિતિમાં મગજ સુધી ઓક્સિજન અને અન્ય જરૂરી પોષક તત્વ પહોંચી શકતા નથી અને મગજ કામ કરવાનું બંધ કરી દે છે. જો વ્યક્તિને તુરંત જ સારવાર ન મળે તો તેનું મોત પણ થઈ જાય છે અથવા તો આજીવન વિકલાંગતા પણ આવી શકે છે.
બ્રેઇન સ્ટ્રોક ક્યારેય અચાનક આવતો નથી. બ્રેઇન સ્ટ્રોક આવે તેના થોડા દિવસ પહેલાં શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. મોટાભાગના લોકો આ લક્ષણોને સામાન્ય સમજીને અવગણના કરે છે. પરંતુ જો આ લક્ષણોને ઇગ્નોર કરવામાં ન આવે અને સમયસર લક્ષણોને જાણીને સારવાર કરવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે. આજે તમને જણાવીએ સ્ટ્રોક આવવાના 7 દિવસ પહેલાથી શરીરમાં કેવા લક્ષણો દેખાવા લાગે છે.
સ્ટ્રોકના 7 દિવસ પહેલા જોવા મળે છે આ લક્ષણો
આ પણ વાંચો: એક, બે નહીં આ 7 સ્વાસ્થ્ય સમસ્યા થશે.. જો જમ્યા પછી તુરંત કે જમવાની સાથે પાણી પીશો
હાથ પગમાં નબળાઈ
સ્ટ્રોક આવવાના લગભગ એક અઠવાડિયા પહેલાથી વ્યક્તિને હાથ અને પગમાં નબળાઈ અને શૂન્યતાનો અનુભવ થવા લાગે છે. કેટલીક સ્થિતિમાં વ્યક્તિ હાથ ઉપર ઉઠાવી પણ નથી શકતા. આવી સમસ્યા સામાન્ય રીતે શરીરના એક તરફના ભાગમાં જોવા મળે છે. જો આવું થાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો.
બોલવામાં સમસ્યા
સ્ટ્રોક આવે તે પહેલા વ્યક્તિને બોલવામાં સમસ્યાનો અનુભવ પણ થાય છે. ઘણી વખત વ્યક્તિને સ્પષ્ટ બોલવામાં સમસ્યા અનુભવવા લાગે છે. આ સિવાય વ્યક્તિને સમજવામાં અને વિચારવામાં પણ સમસ્યાઓ અનુભવાય છે. આવું થાય તો પણ તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો.
આ પણ વાંચો: પેશાબમાં ઇન્ફેક્શનનો રામબાણ ઈલાજ છે આ આયુર્વેદિક ઉપાય, દુર્ગંધ અને બળતરાથી મળશે રાહત
બેલેન્સ ખરાબ થવું
સ્ટ્રોક આવવાનો હોય તેના થોડા દિવસ પહેલાથી વ્યક્તિના શરીરનું બેલેન્સ ખરાબ થઈ જાય છે. એટલે કે વ્યક્તિ બરાબર ચાલી શકતી નથી. ફરવા ફરવામાં દર્દીને સમસ્યા થાય છે ઘણી વખત ચાલતા ચાલતા અચાનક વ્યક્તિ પડી પણ જાય છે.
ધૂંધળું દેખાવુ
સ્ટ્રોક આવવાના થોડા દિવસ પહેલાં અચાનક વ્યક્તિને ધૂંધળું દેખાવા લાગે છે. આ સમસ્યા એક અથવા બંને આંખમાં પણ થઈ શકે છે. જો તમને સ્પષ્ટ દેખાતું હોય અને અચાનક જ આંખે ધૂંધળું દેખાવા લાગે અથવા તો ડબલ વિઝન થઈ જાય તો તેને ઇગ્નોર કરવું નહીં અને તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
આ પણ વાંચો: રોજ સવારે ચાલવું શા માટે જરૂરી? ફાયદા વિશે જાણશો તો તમે પણ શરુ કરી દેશો મોર્નિંગ વોક
ચક્કર આવવા
સ્ટ્રોકના થોડા દિવસ પહેલા વ્યક્તિને વારંવાર ચક્કર આવવાની સમસ્યા પણ થાય છે. જો કોઈપણ સ્પષ્ટ કારણ વિના અચાનક ચક્કર આવે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)