Morning Walk: રોજ સવારે ચાલવું શા માટે જરૂરી ? આ ફાયદા વિશે જાણશો તો તમે પણ શરુ કરી દેશો મોર્નિંગ વોક
Morning Walk Benefits: સવારની તાજી હવામાં વોક કરવા નીકળવું શરીર માટે ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે શાંત અને ખુશનુમા વાતાવરણમાં વોક કરવાથી શરીરની મનને પણ ફાયદા થાય છે ? નથી જાણતા તો ચાલો તમને જણાવીએ..
Trending Photos
Morning Walk Benefits: રોજ સવારે તાજી હવામાં વોક કરવાથી ફક્ત શરીરને ફાયદો થાય છે તેવું નથી. સવારની વોક માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આજ સુધી તમને અનેક લોકોએ એવી સલાહ આપી હશે કે રોજ સવારે ચાલવું જોઈએ. પરંતુ સવારે ચાલવું શરીર માટે શા માટે જરૂરી છે તે કોઈએ જણાવ્યું નહીં હોય. આજે તમને જણાવીએ રોજ સવારે ચાલવાની સલાહ શા માટે આપવામાં આવે છે અને તેની પાછળનું કારણ શું છે.
રોજ સવારે ચાલવાથી થતા ફાયદા
1. રોજ સવારે વોક કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. સવારના સમયે ચાલવાથી કેલેરી સૌથી ઝડપથી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
2. સવારે વોક કરવાથી શરીરને ઊર્જા મળે છે અને આખો દિવસ શરીર તરોતાજા રહે છે.
3. સવારે વોક કરવાથી શરીરમાં હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે છે જેના કારણે તમે ખુશી અનુભવ કરો છો.
4. સવારે વોક કરવાથી મૂડ સુધરે છે અને માનસિક ચિંતા દૂર થાય છે.
5. સવારે વોક કરવાથી દિનચર્યા રેગ્યુલર થાય છે. સાથે જ રાત્રે ઊંઘ પણ સારી આવે છે.
6. સવારે વોક કરવાથી ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક બીમારીઓથી લડવામાં મદદ મળે છે.
7. સવારના સમયે વોક કરવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદય રોગ થવાનું જોખમ ઘટે છે.
8. સવારના સમયની વોક શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.
ચાલવા માટેનો બેસ્ટ સમય કયો ?
સવારે જાગીને નાસ્તો કરો તે પહેલા વોક પર જવાથી સૌથી વધુ ફાયદો થાય છે. શરૂઆતમાં નિયમિત 30 મિનિટ સુધી વોક કરવી જોઈએ ત્યાર પછી તમે સમય ધીરે ધીરે વધારી શકો છો. વોક કરવા માટે પાર્ક કે ખુલ્લા મેદાનને પસંદ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે