Castor Oil: કેસ્ટર ઓઈલ એટલે કે એરંડિયાનું તેલ વાળ અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ તો દરેક પ્રકારનું તેલ સૌથી વધુ ફાયદો વાળને કરે છે કારણ કે તેમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ કેસ્ટર ઓઇલ એવું તેલ છે જે વાળની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે. કેસ્ટર ઓઇલમાં વિટામિન્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જેને વાળમાં લગાડવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. કેસ્ટર ઓઇલથી વાળના મૂળમાં મસાજ કરવાથી વાળ સુંદર અને લાંબા થાય છે. આજે તમને કેસ્ટર ઓઇલથી થતા અન્ય ફાયદા વિશે પણ જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Cinnamon Benefits: જાણો સવારે ખાલી પેટ તજ ખાવાથી થતા 3 સૌથી મોટા લાભ વિશે


વાળ માટે ફાયદા


કેસ્ટર ઓઇલ વાળને લાંબા કરવામાં મદદ કરે છે તે વિટામિન ઈ અને ફેટી એસિડથી ભરપૂર હોય છે વાળમાં તેને લગાડવાથી વાળના મૂળ મજબૂત થાય છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે તેનાથી વાળને થતું નુકસાન અટકે છે.


સ્કિન માટે બેસ્ટ


એરંડિયાના તેલમાં ફેટી એસિડ હોય છે. જે એક નેચરલ મોસ્ચરાઈઝરનું કામ કરે છે. કેસ્ટર ઓઇલ ત્વચાની અંદર જઈને ત્વચાને હાઇડ્રેટ કરે છે જેના કારણે ત્વચા મુલાયમ બને છે અને ડ્રાઇનેસ દૂર થાય છે. કેસ્ટર ઓઇલને તમે હોઠ પર પણ લગાડી શકો છો. 


આ પણ વાંચો: શરીરને એક નહીં અનેક ફાયદા કરે છે વાસી રોટલી, ફાયદા જાણી રોજ ખાવા લાગશો વાસી રોટલી


કબજિયાત મટાડે છે


જો તમારું પેટ ખરાબ રહેતું હોય અથવા તો કબજિયાત રહેતી હોય તો એરંડિયાનું તેલ તમારા માટે ઔષધી છે. એરંડિયાનું સેવન કરવાથી ડાયજેશન સુધરે છે અને શરીરમાં જામેલી ગંદકી સાફ થઈ જાય છે. એરંડિયાનું સેવન કરવાથી વર્ષો જૂની કબજિયાત પણ મટે છે. જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો કેસ્ટર ઓઇલનો ઉપયોગ જરૂરથી કરો.


આ પણ વાંચો: કાચા કરતાં બાફેલું આમળું વધારે લાભકારી, ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ સહિતની આ સમસ્યા મટશે


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)