‘હું ચા નથી પીતી’ એવું કહેનારાઓને ખાસ વાંચીને સંભળાવો આ સમાચાર
હંમેશા તમારી આસપાસ તમને એવા લોકો જરૂર મળી જશે જેઓ ચા (Tea) પીવાની ના પાડે છે. તેમની નજરમાં ચા પીવી ખરાબ આદત હોય છે. તેઓ એમ પણ માને છે કે, ચા પીવાથી તેની વિપરીત અસર હેલ્થ (Health) પર થાય છે. પર હાલમાં જ થયેલ એક રિસર્ચ (Research)ના આંકડા સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું કે, નિયમિત માત્રામાં ચા પીવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે.
નવી દિલ્હી :હંમેશા તમારી આસપાસ તમને એવા લોકો જરૂર મળી જશે જેઓ ચા (Tea) પીવાની ના પાડે છે. તેમની નજરમાં ચા પીવી ખરાબ આદત હોય છે. તેઓ એમ પણ માને છે કે, ચા પીવાથી તેની વિપરીત અસર હેલ્થ (Health) પર થાય છે. પર હાલમાં જ થયેલ એક રિસર્ચ (Research)ના આંકડા સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું કે, નિયમિત માત્રામાં ચા પીવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે.
Google play store પર ગાયબ થયેલું WhatsApp ફરી પાછું આવ્યું
રિસર્ચમાં સામે આવ્યું કે, નિયમિત રૂપથી ચા પીનારા લોકોના દિમાગનો પ્રત્યેક હિસ્સો ચા ન પીનારા લોકોની સરખામણીમાં યોગ્ય રીતે સંગઠિત હોય છે. મગજનો પ્રત્યેક હિસ્સો વ્યવસ્થિત રહેવુ સ્વસ્થ કોગ્નિટીવ પ્રોસેસ સાથે જોડાયેલું છે. આ પરિણામો સુધી પહોંચવા માટે રિસર્ચમાં 36 ઉંમરલાયક લોકોના ન્યૂરોઈમેજિંગ ડેટાન પર રિસર્ચ કરવામાં આવ્યું હતું.
આ રિસર્ચ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરે કર્યું છે. રિસર્ચમાં સામેલ સહાયક પ્રોફેસર તેમજ ટીમ લીડર ફેંગ લેઈએ કહ્યું કે, અમારું પરિણામ મગજના ઢાંચા પર ચી પીવાથી થતી સકારાત્મક યોગદાનની પહેલીવાર પુષ્ટિ કરે છે અને બતાવે છે કે, નિયમિત રીતે ચા પીવુ મગજના તંત્રમાં ઉંમરને કારણે આવનારા ઘટાડાથી બચાવે છે.
ગાંધીજીએ આત્મહત્યા કરવા શું કર્યું હતું? દારૂડિયાના ત્રાસ વિશે પોલીસવડાને અરજી લખો... શાળામાં આવા પ્રશ્નો પૂછાતા થયો વિવાદ
રિસર્ચ કરનારાઓએ કહ્યું કે, પૂર્વ રિસર્ચમાં બતાવાયું છે કે, ચી પીવું હેલ્થ માટે લાભકારક છે અને તેના સકારાત્મક પ્રભાવોમાં મિજાજમાં સુધાર થવું અને હૃદય તેમજ નસ સંબંધિત બીમારીથી બચવુ સામેલ છે. આ રિસર્ચ 2015થી લઈને 2018ની વચ્ચે 60 વર્ષથી વધુ ઉંમરવાળા 36 વૃદ્ધો પર રિસર્ચ કરવામાં આવ્યું, જેમાં તેમની હેલ્થ, લાઈફસ્ટાઈલ અને મનોવૈજ્ઞાનિક હેલ્થ સંબંધિત ડેટા જોડવામાં આવ્યો.
સ્પર્ધકોનું પરિણામ કહે છે કે, જે લોકો અંદાજે 25 વર્ષ સુધી સપ્તાહમાં ઓછામાં ઓછા ચાર વાર ગ્રીન ટી, ઉલૂંગ ટી કે બ્લેક ટી પીએ છે, તેમના દિમાગનો હિસ્સો વધુ પ્રભાવી સ્તરે એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ રિસર્ચ એજિંગ જનરલમાં પ્રકાશિત થયું છે. (એજન્સીથી ઈનપુટ)
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :