ગાંધીજીએ આત્મહત્યા કરવા શું કર્યું હતું? દારૂડિયાના ત્રાસ વિશે પોલીસવડાને અરજી લખો... શાળામાં આવા પ્રશ્નો પૂછાતા થયો વિવાદ
Trending Photos
અમદાવાદ :ગાંધીનગર (Gandhinagar) ની એક શાળામાં એક પરીક્ષામાં પૂછાયેલા ગાંધીજી (Gandhiji) ની આત્મહત્યા અને દારુબંધી (liquor ban) ના વિષયોને નિબંધને લઈને વિવાદ છંછેડાયો છે. સંવેદનશીલ એવા આ મુદ્દા પર ધોરણ 9 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને લખવાનુ કહેવામાં આવ્યું હતું. તો બીજી તરફ શિક્ષણ વિભાગ આ પ્રકારના પૂછાયેલા પ્રશ્નોથી સાવ અજાણ હોવાનું સામે આવ્યું હતું. આવા પ્રકારના પ્રશ્નોથી બાળકોના માનસ પર કેવી અસર થાય છે તે સૌથી મોટો મુદ્દો છે.
જીવલેણ ડેન્ગ્યુનું ઘર બન્યું જામનગર, ચાલુ સીઝનમાં 11ના મોત, સરકારે આપી 50 લાખની ગ્રાન્ટ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લામાં આવેલ માણસાની સુફલામ શાળા વિકાસ સંકુલ દ્વારા પરીક્ષા લેવાઈ હતી. જેમાં ધોરણ 9ના પેપરમાં ‘ગાંધીજીએ આત્મહત્યા કરવા માટે શું કર્યું હતું’ તેવો પ્રશ્ન પૂછાયો હતો. તો બીજી તરફ, ધોરણ 12ના વિદ્યાર્થીઓને પેપરમાં ‘દારૂડિયાના ત્રાસ બાબતે પોલીસ વડાને અરજી લખો’ તેવો પ્રશ્ન પૂછાયો હતો.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
ઉલ્લેખનીય છે કે, આ તમામ બાબતથી શિક્ષણ વિભાગ અજાણ દેખાયું હતું. પ્રશ્નોનો વિવાદ સામે આવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, આ પ્રકારના પ્રશ્નો પૂછવા યોગ્ય નથી. તો બીજી તરફ, દારુબંધીવાળા ગુજરાતમાં વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો પૂછવા કેટલા યોગ્ય ગણાય.
ભાજપના ધારાસભ્ય આશાબેને બફાટ કર્યો
પેપરમાં આવા પ્રશ્નો પૂછવાના મામલે ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને પૂછતા તેમણે બફાટ કર્યો હતો કે, વિદ્યાર્થીઓને જે પૂછાય તે અમે તો દારૂબંધીમાં માનીએ છીએ. આ બધી વાતોમાં ગુજરાત સરકારમાં એક અભિગમ રહેલો છે. ભાજપ જ્યારથી સરકારમાં આવી ત્યારથી ગુજરાતમાં દારૂના કેસો ઓછા થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે