Google play store પર ગાયબ થયેલું WhatsApp ફરી પાછું આવ્યું
Trending Photos
સાન ફ્રાન્સિસ્કો :અચાનકથી ગાયબ થયા બાદ ફેસબુક (Facebook) ની માલિકીવાળું વોટ્સએપ (WhatsApp) શનિવારે ગૂગલ પ્લે સ્ટોર (Google play store) પર પરત આવી ગયું છે. કંપનીએ શનિવારે આ વાતની પુષ્ટિ કરી છે. નવા યુઝર્સ હવે પોતાના એન્ડ્રોઈડ ફોન્સ (Android Mobile) પર ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને વોટ્સએપ લખવાથી આ એપને ડાઉનલોડ કરી શકો છો. જોકે, આ એપ પ્લે સ્ટોરમાંથી ગાયબ કેમ થઈ હતી, તે બાબતની જાણકારી હજી સુધી મળી નથી.
ગાંધીજીએ આત્મહત્યા કરવા શું કર્યું હતું? દારૂડિયાના ત્રાસ વિશે પોલીસવડાને અરજી લખો... શાળામાં આવા પ્રશ્નો પૂછાતા થયો વિવાદ
કેટલાક યુઝર્સે શુક્રવારે ફરિયાદ કરી હતી કે, ફેસબુકના માલિકીવાળું ચેટ મેસેન્જર એપ હવે પ્લે સ્ટોર પર દેખાઈ નથી રહ્યું. તેને કારણે પહેલીવાર વોટ્સએપ જોઈન કરનાર યુઝર્સ માટે આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર નથી દેખાઈ રહી.
જોકે, જો તમે પહેલા વોટ્સએપને ઈન્સ્ટોલ કર્યુ હોય, અને બાદમાં કોઈ કારણોસર તેને અનઈન્સ્ટોલ કરી છે, તો તમે ‘પ્રીવિયસલી ઈન્સ્ટોલ એપ’ સેક્શનમાં જઈને તેને ફરીથી ડાઉનલોડ કરી શકો છો.
રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે, એનો મતલબ એ થાય છે કે, વોટ્સએપ સમગ્ર રીતે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ નથી થયું, અને ન તો ગૂગલે તેને બ્લેકલિસ્ટ કર્યું છે.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે