Cough Remedies: શિયાળામાં બાળકને છાતીમાં કફ જામી જાય તો તેને આપો આ દેશી ઓસડીયા, દવા વિના ઝડપથી થશે રાહત
Cough Remedies: કફનો ઈલાજ ઝડપથી કરવામાં ન આવે તો તેના કારણે ઇન્ફેક્શન પણ થઈ શકે છે અને બાળક ખૂબ જ બીમાર પડી શકે છે. જોકે બાળકો સાથે સમસ્યા એ હોય છે કે તેઓ દવા પણ ખાતા નથી. તેવામાં કફ મટાડવો હોય તો દવા સિવાય દેશી ઓસડીયા પણ અજમાવી શકાય છે.
Cough Remedies: શિયાળા દરમિયાન બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો જરા પણ બેદરકારી રહે તો બાળકોને ઠંડીના કારણે શરદી, ઉધરસ અને કફ ઝડપથી થઈ જાય છે. તેમાં પણ જો બાળકને છાતીમાં કફ જામી જાય તો તેની હાલત બગડી જાય છે. નાના બાળકોમાં લાંબા સમય સુધી છાતીમાં કફ જામેલો રહે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. કફનો ઈલાજ ઝડપથી કરવામાં ન આવે તો તેના કારણે ઇન્ફેક્શન પણ થઈ શકે છે અને બાળક ખૂબ જ બીમાર પડી શકે છે.
જોકે બાળકો સાથે સમસ્યા એ હોય છે કે તેઓ દવા પણ ખાતા નથી. તેવામાં કફ મટાડવો હોય તો દવા સિવાય દેશી ઓસડીયા પણ અજમાવી શકાય છે. કેટલાક દેશી ઓસડીયા એવા છે જે કફ તુરંત દૂર કરે છે. તેનો ઉપયોગ કરવાથી છાતીમાં જામેલો કફ બહાર નીકળી જાય છે અને બાળકને તુરંત આરામ મળે છે. તો ચાલો આજે તમને પણ જણાવીએ કે બાળકને જો કફ, ગળામાં દુખાવો કે ઉધરસ જેવી તકલીફ હોય તો કયા ઓસડીયા કામ આવે છે.
આ પણ વાંચો: Allergy: જો તમે એલર્જીના કારણે થતા હોય પરેશાન તો ફુડ તમારી સમસ્યાનું છે સમાધાન
બાળકનો કફ મટાડશે આ ઘરેલુ ઉપાય
- જો બાળકની છાતીમાં કફ જામી ગયો હોય તો સરસવના તેલને ગરમ કરી હૂંફાળા તેલથી બાળકની છાતી પર માલિશ કરો. સરસવના તેલમાં લસણ કકડાવીને તેનો પણ ઉપયોગ કરી શકાય છે તેનાથી ઝડપથી આરામ મળે છે.
- કફ છૂટો પડી ને નીકળી જાય તે માટે બાળકને ગરમ દૂધમાં હળદર ઉમેરીને પીવડાવવું જોઈએ. હળદર વાળું દૂધ હુંફાળું ગરમ હોય ત્યારે જ પીવડાવી દેવું તેનાથી બાળકને ઊંઘ પણ સારી આવશે.
આ પણ વાંચો: Health Tips: દહીં કેળા સાથે ખાવાથી થતા ફાયદા વિશે જાણી તમે પણ ખાવાની કરી દેશો શરુઆત
- નાના બાળકોની છાતીમાં જામેલા કફને બહાર કાઢવા માટે આદુ અને મરી પણ ઉપયોગી છે. તેના માટે આદુનો થોડો રસ કાઢી તેમાં મરી પાવડર ઉમેરીને બાળકને ચટાડી દો.
- છાતીમાં જામેલો કફ દૂર કરવા માટે કાળા મરીને દૂધ સાથે લઈ શકાય છે. દૂધને બરાબર ઉકાળી તેમાં કાળા મરીનો પાવડર ઉમેરી બાળકને પીવડાવી દો. આ દૂધ પીવાથી છાતીમાં જામેલો કફ છૂટો પડી બહાર નીકળી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)