Clove: રસોઈમાં ઉપયોગમાં આવતું લવિંગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વસ્તુ છે. લવિંગમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. લવિંગ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. લવિંગ ભોજનમાં સ્વાદ વધારવામાં ઉપયોગી છે. અલગ અલગ વસ્તુઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગ ખાવા પીવાની વસ્તુઓનો સ્વાદ અને સુગંધ વધારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Coconut Water: આ 3 બીમારીમાં દર્દીને નાળિયેર પાણી પીવડાવવું નહીં, થાય છે નુકસાન


પરંતુ શું તમે જાણો છો કે લવિંગને તમે એક વસ્તુ સાથે મિક્સ કરીને સતત 3 દિવસ સુધી ખાવ છો તો તે દવા જેવું કામ કરે છે.? લીંબુ એવી વસ્તુ છે જેની સાથે લવિંગ લેવાથી શરીરને ફાયદો થાય છે. આજે તમને જણાવીએ કે લીંબુ અને લવિંગનું કોમ્બિનેશન શરીરને કેવા ફાયદા કરે છે. 


લવિંગ સાથે લીંબુ ખાવાથી થતા ફાયદા 


- લીંબુ અને લવિંગનું કોમ્બિનેશન પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે. લીંબુ અને લવિંગ ગટ હેલ્થ સુધારે છે.


- લવિંગ અને લીંબુથી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનાથી સોજા ઓછા થાય છે. કોઈ અંગમાં સોજો રહેતો હોય તો લવિંગ અને લીંબુનું સેવન કરવું જોઈએ.


આ પણ વાંચો: Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં


- હાડકામાં કે સાંધામાં દુખાવો રહેતો હોય તો લવિંગ અને લીંબુ સાથે લેવાનું શરૂ કરી દેવું. તેનાથી હાડકા મજબૂત થાય છે. 


- ફેફસા સંબંધિત બીમારીથી રાહત મેળવવા માટે પણ લવિંગ અને લીંબુનો ઉપયોગ કરી શકાય છે. લીંબુ અને લવિંગનું કોમ્બિનેશન શરદી, ઉધરસ, અસ્થમા જેવી સમસ્યામાં ફાયદો કરે છે.


કેવી રીતે કરવું લવિંગ અને લીંબુનું સેવન?


આ પણ વાંચો: રાત્રે હળદર અને ઘીવાળુ 1 ગ્લાસ દૂધ પીવા લાગો, આ 6 સમસ્યા દવા વિના મટી જશે


એક લીટર પાણીમાં પાંચ થી છ લવિંગ ઉકાળો. પાણીનો રંગ બદલી જાય પછી ગેસ બંધ કરો અને હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી તેનું સેવન કરો. આ રીતે બનાવેલી લવિંગની ચાને સવારે અને સાંજે પી શકાય છે. આ સિવાય રાત્રે એક ગ્લાસ પાણીમાં બે થી ત્રણ લવિંગ પલાળીને સવારે તેના પી શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)