Vitaminની ઉણપથી શરીર આપે છે આ સંકેત, જાણો લક્ષણો અને અસરકારક ઉપાય
એક સ્વસ્થ શરીર અને બ્રેઇનને પોષ્ટિક આહારની જરૂરીયાત હોય છે. એવો આહાર જે પ્રોટીન (Protein), વિટામીન (Vitamin), ફેટ્સ (Fat), કાર્બોહાઇડ્રેટ (Carbohydrates), આયરન (Iron) જેવા અન્ય પોષક તત્વોથી સંપૂર્ણ હોય છે. જો આહારમાં એક પણ પોષક તત્વની ઉણપ રહી જાય છે તો સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વિટામીન ઘણા કારણોથી ખુબ જ મહત્વપૂર્ણ છે અને એવામાં તેની ઉણપના સંકેત આપે છે આપણું શરીર. તમે આ સંકેતના આધાર પર તમારા ડાયટમાં ફેરફાર કરી નુકસાનથી બચી શકો છો અને શરીરને સ્વસ્થ રાખી શકો છો. આવો જાણીએ શરીરમાં વિટામીન અને મિનરલની ઉણપથી મળતા સંકેતો વિશે.
નવી દિલ્હી: એક સ્વસ્થ શરીર અને બ્રેઇનને પોષ્ટિક આહારની જરૂરીયાત હોય છે. એવો આહાર જે પ્રોટીન (Protein), વિટામીન (Vitamin), ફેટ્સ (Fat), કાર્બોહાઇડ્રેટ (Carbohydrates), આયરન (Iron) જેવા અન્ય પોષક તત્વોથી સંપૂર્ણ હોય છે. જો આહારમાં એક પણ પોષક તત્વની ઉણપ રહી જાય છે તો સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વિટામીન ઘણા કારણોથી ખુબ જ મહત્વપૂર્ણ છે અને એવામાં તેની ઉણપના સંકેત આપે છે આપણું શરીર. તમે આ સંકેતના આધાર પર તમારા ડાયટમાં ફેરફાર કરી નુકસાનથી બચી શકો છો અને શરીરને સ્વસ્થ રાખી શકો છો. આવો જાણીએ શરીરમાં વિટામીન અને મિનરલની ઉણપથી મળતા સંકેતો વિશે.
આ પણ વાંચો:- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 64 હજારથી વધુ નવા દર્દીઓ, મૃત્યુઆંક 48 હજારને પાર
વાળ અને નખ તૂટવું
ઘણા કારણોથી વાળ અને નખ તૂટી જાય છે જેમાંથી એક કારણ બાયોટિનની ઉણપ પણ છે. બાયોટિન, જેને વિટામીન બી 7 તરીકે પણ ઓળખવામાં આવે છે. શરીરના ખોરાકને ઉર્જામાં બદલવામાં મદદ કરે છે. બાયોટિનની ઉણપથી વાળ તૂટવા અને પાતળા થયા છે અને નખ પણ તૂટવાના શરૂ થઇ જાય છે. આ સંકેતથી તમે વિટામીનની ઉણપ સમજી શકો છો. આ ઉપરાંત બાયોટિનના ઉણપના અન્ય લક્ષણોમાં થાક, સ્નાયુઓમાં દુખાવો, ખેંચાણ અને હાથ અને પગમાં કળતર શામેલ છે.
આ પણ વાંચો:- ચીનથી આવ્યા ચોંકાવનારા સમાચાર, ચિકનમાં પણ કોરોના વાયરસ!
મોઢામાં ચાંદા અને ફાટેલા હોઠ
આ પણ વિટામીનની ઉણપના સંકેત છે. મોઢામાં ચાંદા અને હોઠ ફાટી જવા ખાસ કરીને વિટામીન બીની ઉપણથી થાય છે. આ ઉપરાંત તે આયરનની ઉણપના પણ સંકેત છે. લીલા શાકભાજી, માંસ, માછલી, નટ્સ, આખુ અનાજ વગેરેનું સેવન કરવું.
આ પણ વાંચો:- 24 કલાકમાં 12.5 ઈંચ વરસાદથી આખું આણંદ જળબંબાકાર, ઘરોમાં પાણી ઘૂસ્યા
પેઢામાંથી લોહી નીકળવું
આ વિટામીન સીની ઉણપના સંકેત છે. વિટામીન સી શરીરમાં ઘા ભરવા, ઇમ્યુનિટી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ એન્ટીઓક્સીડેન્ટની જેમ કામ કરી સેલ ડેમેજને પણ રોકે છે. શરીરમાં વિટામીન સીનું નિર્માણ જાતે થતું નથી. તે તમારા ડાયટના માધ્યમથી જ મળી શકે છે. વિટામીન સીની શરીરમાં ઉણપ ન થયા તે માટે તમારે ડાયટમાં તાજા ફળ અને શાકભાજી જરૂર ખાવા જોઇએ. કેટલાક લોકો ડાયટમાં ફળ અને શાકભાજીની જગ્યાએ જંક ફૂડ ખાય છે જેનાથી વિટામીન સીની ઉણપ ઉભી થયા છે.
આ પણ વાંચો:- દૂધના પેકેટ સાથે તમારા ઘરમાં ઘૂસી શકે છે Coronavirus, FSSAI આપી આ સલાહ
આંખોની સમસ્યા
ખોરાક જેમાં પોષક તત્વોની ઉણપ હોય તો તે આંખોની સમસ્યાને ઉભી કરી છે. તેની ઉણપથી દ્રષ્ટિ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિટામીન એ હમેશાં તે સ્થિતિ સાથે જોડવામાં છે, જેનાથી નાઇટ બ્લાઇન્ડનેશ આવે છે. તેનાથી લોકોની ઓછી લાઇટ અથવા અંધારામાં જોવાની ક્ષમતા ઘટી જાય છે.
આ પણ વાંચો:- ગધેડીના દૂધની ડેરી, ભાવ 1 લિટરના 7000 રૂપિયા..., તેના ફાયદા જાણીને તરત લેવા દોડશો
ખરતા વાળ
આ ખુબ જ સામાન્ય સંકેત છે. 50 વર્ષની ઉંમર સુધી પહોંચતા પહોંચતા 50 ટકા એડલ્ટ્સ લોકોના વાળ ખરી જાય છે. આ સમસ્યાને ડાયટમાં નિમ્ન પોષક તત્વોને સામેલ કરી ઘણી હદ સુધી કાબુમાં કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર