Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 64 હજારથી વધુ નવા દર્દીઓ, મૃત્યુઆંક 48 હજારને પાર 

દેશમાં કોરોના (Corona Virus) ના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 64,553 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 24,61,191 પર પહોંચ્યો છે. જેમાંથી 6,61,595 લોકો સારવાર હેઠળ છે. જ્યારે 17,51,556 લોકો સાજા થયા છે. 

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 64 હજારથી વધુ નવા દર્દીઓ, મૃત્યુઆંક 48 હજારને પાર 

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) ના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 64,553 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 24,61,191 પર પહોંચ્યો છે. જેમાંથી 6,61,595 લોકો સારવાર હેઠળ છે. જ્યારે 17,51,556 લોકો સાજા થયા છે. 

કોરોના વાયરસથી દેશમાં એક જ દિવસમાં 1007 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોવિડ-19થી અત્યાર સુધી દેશમાં 48,040 લોકોના જીવ ગયા છે. ઈન્ડિયા કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,76,94,416 લોકોના નમૂનાના પરિક્ષણ થયા છે. જ્યારે ગુરુવારે એક જ દિવસમાં 8,48,728 નમૂનાનું પરિક્ષણ થયું હતું જેમાંથી 64 હજાર જેટલા ટેસ્ટ પોઝિટિવ આવ્યાં. 

The #COVID19 tally in the country rises to 24,61,191 including 6,61,595 active cases, 17,51,556 discharged/migrated & 48,040 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/WqClKQSJcc

— ANI (@ANI) August 14, 2020

દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે જ્યાં સાડા પાંચ લાખથી વધુ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. આ ઉપરાંત દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત પણ કોરોનાથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મોખરે છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1092 કેસ સામે આવ્યા છે. તો કોરોનાને લીધે વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં સારવાર બાદ છેલ્લા 24 કલાકમાં વધુ 1046 દર્દીઓ સાજા થયા છે. 

નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75 હજાર 482 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક વધીને 2733 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 58 હજાર 439 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. 

— ANI (@ANI) August 14, 2020

વિશ્વભરમાં કોરોનાના કેસ 2,10,68,362ને પાર 
વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ 2,10,68,362ને પાર ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં 7,57,440 લોકોના જીવ ગયા છે. જો કે રાહતની વાત એ છે કે 1,39,19,840 લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા મોખરે છે. જ્યાં અત્યાર સુધીમાં કોરોનાના 54,15,666 કેસ નોંધાયા છે. ત્યારબાદ બ્રાઝિલનો વારો આવે છે જ્યાં 32,29,621 કેસ નોંધાયા છે. ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ત્રીજા નંબરે આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news