નવી દિલ્હીઃ ખરાબ થયેલી જીવનશૈલી, ખાવા-પીવાની ખોટી ટેવ અને પોષક તત્વોથી ભરપૂર ડાઇટ ન લેવાને કારણે આજના સમયમાં કબજીયાત સામાન્ય સમસ્યા બની ગઈ છે. હકીકતમાં આપણું પાચનતંત્રમાં એક મહત્વપૂર્ણ અંગ છે કોલન, જેને મોટું આંતરડુ પણ કહેવામાં આવે છે. પાચન તંત્ર સારી રીતે કામ કરે તે માટે જરૂરી છે કે મોટું આંતરડુ સ્વસ્થ રહે. પરંતુ આજના સમયમાં લોકો ઓયલી અને અનહેલ્ધી ભોજન વધુ ખાય છે, જેના કારણે આંતરડામાં ગંદકી જમવાનું શરૂ થાય છે. જે આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે અને આપણે ઘણા પ્રકારની બીમારીઓ ઘેરવા લાગે છે. તેમાંથી એક છે કબજીયાતની સમસ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ કબજીયાતથી પરેશાન છો અને તેના કારણે સવારે લાંબો સમય ટોયલેટમાં બેઠા રહો છો તો આ આર્ટિકલ તમારા માટે છે. અહીં તમને એવા પાઉડર વિશે જણાવી રહ્યાં છીએ જેનું નિયમિત સેવન કરી તમે જલ્દી કબજીયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.


શું છે આ ખાસ પાઉડર?
હકીકતમાં અમે અહીં સૂંઠની વાત કરી રહ્યાં છીએ. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે સૂંઠ પાઉડરનું સેવન મળ ત્યાગની ક્રિયાને સરળ બનાવી શકે છે, જેનાથી કબજીયાતની સમસ્યામાં રાહત મળે છે. સૂકા આદુથી બનેલા પાઉડરને સૂંઠ કહે છે. 


આ પણ વાંચોઃ થેરાપી કે દવાની નહીં.. આ હસ્તમુદ્રા કરવાથી Overthinking અને Anxiety થશે દુર


ક્યારે પડે છે તેની જરૂરીયાત
આમ તો આદુનું સેવન પણ કબજીયાતની સમસ્યામાં અસરકારક માનવામાં આવે છે, પરંતુ ઘણા હેલ્થ રિપોર્ટ્સ જણાવે છે કે સૂંઠનો પાઉડર પાચનતંત્ર સારૂ કરવામાં સારી રીતે મદદ કરે છે. તાજા આદુની તુલનામાં સૂંઠ વધુ એન્ટીઓક્સીડેન્ટ ગતિવિધિ દેખાડે છે. આદુ ખાવાથી વાટ વધે છે, જ્યારે સૂકું આદુ તેને ખતમ કરે છે. તેથી, સૂકા આદુનું સેવન પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં આદુ કરતાં વધુ સારી અસર કરી શકે છે. ખાસ કરીને જે લોકોનું પાચન ખરાબ છે તેમના માટે આ પાવડર વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.


કઈ રીતે કરે છે અસર?
હેલ્થ એક્સપર્ટ પ્રમાણે સૂંઠ એક લેક્સેટિવનું કામ કરે છે, જેનાથી કબજીયાતની સમસ્યાને ઠીક કરવામાં ખુબ મદદ મળે છે, સાથે સૂંઠના રહેલ જિંજરોલ પણ પાચનતંત્રને સ્વસ્થ રાખવા અને પેટ સંબંધી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય સૂંઠમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે કબજીયાતની સમસ્યામાં ખુબ અસરકારક છે. ફાઇબર ખોરાકના પાચન અને પોષક તત્વોના શોષણના દરને પ્રોત્સાહન આપે છે, જે આંતરડાની ગતિને પણ સરળ બનાવે છે. આવી સ્થિતિમાં, જો તમને સવારે ફ્રેશ થવામાં તકલીફ થતી હોય, તો તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકા પાણી સાથે 1 ચમચી સૂંઠના પાવડરનું સેવન કરો, તેનાથી તમને કબજિયાતની સમસ્યામાંથી જલ્દી રાહત મળી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube