નવી દિલ્હીઃ દેશમાં એકવાર ફરી કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. તો બીજી તરફ કોરોના બાદ ઇન્ફ્લુએન્ઝા અને સામાન્ય તાવે પણ લોકો વચ્ચે હડકંપ મચાવી દીધો છે. આ વર્ષે કોરોના બાદ ઇન્ફ્લૂએન્ઝા એવી બીમારી છે જે લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. તેવામાં સૌથી જરૂરી છે કે તમે બંને બીમારીઓને ગંભીરતાથી લો અને તેના લક્ષણોને ઓળખો. આ બંને બીમારીઓનો સમય રહેતા ઇલાજ કરાવવો જરૂરી છે. બંનેમાં એક વસ્તુ ખુબ કોમન છે. તે છે કોવિડ 19 અને ઈન્ફ્લૂએન્ઝા H3N2 બંનેમાં શ્વાસ લેવાની તકલીફ થવી. ઈન્ફ્લૂએન્ઝામાં વધુ ખાંસી થાય છે. બંને બીમારીઓના લક્ષણ જોવામાં આવે તો સમાન દેખાય છે. પરંતુ બંનેના નાના-નાના લક્ષણ એકબીજાને અલગ બનાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ-19 અને કોમન ફ્લૂમાં સામાન્ય લક્ષણ
કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝામાં તાવ, શરદી, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો અને થાક સામાન્ય છે. ગળામાં ખંજવાળ આવવી જે સોજા તરફ દોરી જાય છે અને ત્યારબાદ સૂકી ગંભીર ઉધરસ અને વહેતું અથવા ભરેલું નાક એ ફ્લૂના મુખ્ય લક્ષણો છે. કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, ખાસ કરીને અસ્થમાની બીમારી ધરાવતા લોકોમાં. ઉધરસ સામાન્ય રીતે શુષ્ક હોઈ શકે છે. જ્યારે H3N2 અને લાંબા સમય સુધી કોવિડ-19 બંનેમાં ઉધરસ લાંબી થઈ શકે છે. ઉબકા, ઉલટી અને ઝાડા અને શ્વસન માર્ગમાં ચેપ જેવા અન્ય લક્ષણો આવી શકે છે. જો કોઈ વ્યક્તિને આ બંને બીમારીઓ હોય અને તે વ્યક્તિને પહેલાથી જ બ્રોન્કાઈટિસ, ન્યુમોનિયા કે અન્ય ગંભીર બીમારી હોય તો તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જો કે, લોકોને હોસ્પિટલમાં દાખલ કરીને ઓક્સિજનની મદદ લેવી પડી શકે છે.


આ પણ વાંચોઃ દેશના 13 રાજ્યોમાં જોવા મળ્યો કોરોનાનો નવો વેરિએન્ટ, જાણો કેટલો છે ખતરનાક


કોમન ફ્લૂ અને કોરોના વાયરસમાં અસમાનતા
પરંતુ ઈન્ફ્લૂએન્ઝા વાયરસ (H3N2 સહિત) અને કોવિડ-19ને કારણે થનારી બીમારી વચ્ચે ઘણા નાના અંતર છે, જે ડોક્ટર ટેસ્ટ કરીને સરળતાથી પકડી લે છે. કોવિડ 19 સંક્રમણ યુવા વયસ્કો અને વૃદ્ધ વ્યક્તિઓમાં વધુ સામાન્ય છે. જ્યારે ઈન્ફ્લૂએન્ઝા 8 વર્ષથી નાના અને 65 વર્ષથી મોટા લોકોને જલદી પોતાની ઝપેટમાં લે છે. ઈન્ફ્લૂએન્ઝાના લક્ષણોની શરૂઆત 1-4 દિવસની અંદર થાય છે. જ્યારે કોવિડ-1ના લક્ષણો દેખાવામાં 2-14 દિવસનો સમય લાગી શકે છે. જ્યાં સુધી તમને ખબર પડશે કે કોરોના થયો છે, ત્યાં સુધી તે ખ્યાલ નહીં આવે કે તે કેટલા લોકોને બીમાર કરી ચુક્યો છે. 


કોમન ફ્લૂના લક્ષણ


તાવ


કફ


ગળામાં દુખાવો


વહેતું નાક


શરીરનો દુખાવો


માથાનો દુખાવો


થાક


આ પણ વાંચોઃ ઈંડા કરતાં પણ વધારે પ્રોટીન મળે છે એક ચમચી પીનટ બટરથી, જાણો તેના 5 સૌથી મોટા ફાયદા


H3N2 ઈન્ફ્લૂએન્ઝાના લક્ષણ
જો કોઈ વ્યક્તિ ઈન્ફ્લૂએન્ઝાથી સંક્રમિત થયો હોય તો તેને સતત ખાંસી થશે. એટલી ખાંસી હોય છે કે વ્યક્તિ થાકી જાય છે. તો કોવિડના દર્દીઓને ખાંસી એટલી પરેશાન કરતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ કોવિડથી વધુ દિવસ સુધી બીમાર છે તો તેને ખાંસી પરેશાન કરી શકે છે. ઈન્ફ્લૂએન્ઝા કોવિડ-19ની તુલનામાં નિમ્ન શ્રેણીનો તાવ (99-101o F ની વચ્ચે) હોય છે. 


ફ્લૂની તુલનામાં કોવિડમાં થાક વધુ લાગે છે. કોવિ-19માં સ્મેલ કે ટેસ્ટ એકદમ ગાયબ થઈ જાય છે. જ્યારે ઈન્ફ્લૂએન્ઝામાં તેમ નથી. ઈન્ફલ્યુએન્ઝામાં ઝાડા, ઉબકા અને ઉલ્ટી પણ થાય છે. બંને રોગોમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પરંતુ કોવિડ 19 મૃત્યુનું કારણ પણ બની શકે છે.


કોવિડ 19 ના લક્ષણો:-


ગળામાં દુખાવો


વહેતી નાક


ઉલટી


ખરાબ પેટ


હાંફ ચઢવી


પેટમાં સમસ્યા


Disclaimer: આ સમાચારમાં તમને સામાન્ય જાણકારી આપવામાં આવી છે. જો તમને કોઈ સમસ્યા હોય તો તમે સીધો ડોક્ટરનો સંપર્ક કરી શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube