ઈંડા કરતાં પણ વધારે પ્રોટીન મળે છે એક ચમચી પીનટ બટરથી, જાણો તેના 5 સૌથી મોટા ફાયદા

Peanut Butter Benefits: પીનટ બટર એક હેલ્ધી ફૂડ છે અને તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે શરીર માટે લાભકારી છે. ખાસ કરીને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. પ્રોટીન સિવાય તેમાં ફાઇબર, વિટામીન બી6, ફોલેટ, કોપર, ઝિંક જેવા તત્વો પણ હોય છે.

ઈંડા કરતાં પણ વધારે પ્રોટીન મળે છે એક ચમચી પીનટ બટરથી, જાણો તેના 5 સૌથી મોટા ફાયદા

Peanut Butter Benefits: પીનટ બટર એક હેલ્ધી ફૂડ છે અને તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે શરીર માટે લાભકારી છે. ખાસ કરીને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. પ્રોટીન સિવાય તેમાં ફાઇબર, વિટામીન બી6, ફોલેટ, કોપર, ઝિંક જેવા તત્વો પણ હોય છે. આ બધા જ પોષક તત્વો વજન ઘટાડવું, હૃદયની બીમારી સામે લડવું, ડાયાબિટીસનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે. પીનટ બટનને તમે સવારે અને સાંજે ખાઈ શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે એક ચમચી પીનટ બટરમાં આઠ ગ્રામ પ્રોટીન હોય છે જે એક ઈંડા કરતાં પણ વધારે છે. જો તમે રોજ પીનટ બટર ખાઓ છો તો તેનાથી તમને આ સ્વાસ્થ્ય લાભ થાય છે. 

હેલ્ધી વજન

પીનટ બટરમાં ઉચ્ચ માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય છે જે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખે છે. તેના કારણે તમારું હેલ્ધી વજન મેન્ટેન રહે છે અને વધારાની ચરબી બનતી અટકે છે.

આ પણ વાંચો:

હાર્ટ માટે સારું

પીનટ બટરમાં જે મોનો અનસેટેડ ફેટ હોય છે તે હૃદયને સ્વસ્થ રાખે છે. સાથે જ તે હૃદયની બીમારી સામે લડવામાં મદદ કરે છે. 

હાઈ પ્રોટીન

પીનટ બટર પ્રોટીનનો સારો સોર્સ છે. એક ચમચી પીનટ બટરમાં આઠ ગ્રામ પ્રોટીન હોય છે. એટલે કે તમે દિવસમાં એક ચમચી પીનટ બટર ખાવ છો તો શરીરની રોજની પ્રોટીન ની જરૂરિયાત પૂરી થઈ જાય છે. 

ફાઇબર થી ભરપૂર

પીનટ બટર ફાઇબરથી ભરપૂર હોય છે તેનાથી ભૂખ ઓછી લાગે છે. તેનાથી પાચનતંત્ર પણ સારું રહે છે અને વજન વધતું અટકે છે.

વિટામીન અને મિનરલનો સારો સોર્સ

પીનટ બટર વિટામીન અને મિનરલનો સારો સોર્સ છે. તેમાં ફોલિક એસિડ મેગ્નેશિયમ ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news