નવી દિલ્હી: ચીન (China)માં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ (Coronavirus) વિશે એક ખુલાસો કર્યો છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં, ચીની વૈજ્ઞાનિકો દાવો કરે છે કે કારોના વાયરસથી પીડિત પુરુષના સ્પર્મની તપાસ કરવામાં આવી, જેમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. આ તપાસ પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે જાતીય સંબંધોથી કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ વધી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી રોઈટર્સના સમાચાર અનુસાર, ચીનના શાંગક્યૂ મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ કોરોના વાયરસથી સંક્રમિત 38 પુરુષ દર્દીઓની તપાસમાં આ વાત સામે આવી છે. તેમાંથી 6 દર્દીઓના સ્પર્મમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે.


આ પણ વાંચો:- કોરોનાકાળમાં ચમત્કાર, ભારતે બનાવી નાખી 'FELUDA', જાણો કોરોનાને નાથવા માટે કઈ રીતે ઉપયોગી?


વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ તારણો પ્રારંભિક છે અને બહુ ઓછા લોકોએ આ સંશોધન કર્યું છે. આવી સ્થિતિમાં કહેવું મુશ્કેલ છે કે જાતીય સંબંધો દ્વારા કોરોના સંક્રમણ ફેલાય છે કે કેમ. આ માટે, વધુ લોકોની તપાસ કરવાની જરૂર રહેશે. આ અભ્યાસ જામા નેટવર્ક (JAMA Network)માં પ્રકાશિત થયો છે.


તેમણે કહ્યું કે જે 6 લોકોના સ્પર્મમાંથી Covid-19નું સંક્રમણ મળ્યું છે. તેમાંથી કેટલાક લોકો પહેલાથી જ સ્વસ્થ થઈ ગયા છે. પરંતુ તેમના સ્પર્મમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે Covid-19 સેક્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝની કેટેગરીમાં આવે.


આ પણ વાંચો:- ચામાચીડિયા છે તબાહી ફેલાવનારા વાયરસની ફેક્ટરી, જાણો છો કેમ...


આ સંશોધનને લઇે બ્રિટનના શેફિલ્ડ યુનિવર્સિટીમાં એન્ડ્રોલોજીના પ્રોફેસર એલન પેસીનું કહેવું છે કે, Covid-19 સેક્યુઅલી ટ્રાન્સમિટ થયા છે કે નહીં. હજુ સુધી તેના કોઈ નક્કર પરિણામો મળ્યા નથી.


તેમણે કહ્યું કે આપણે એ પણ જોવાની જરૂર છે કે, કોરોના વાયરસ સ્પર્મની અંદર સક્રિય છે કે નહીં. જો એવું થાય છે તો આ દર્દીના સ્પર્મની અંદર કેટલા સમય સક્રિય રહે છે. શું તેનાથી ખરેખર સંક્રમણ લાગવાનું જોખમ છે?


આ પણ વાંચો:- દારૂ ન પીનારાઓના મગજમાં પણ આવ્યો આ સવાલ, શું દારૂ પીવાથી કોરોના વાયરસ ગળામાં જ મરી જાય છે...?


પેસીનું માનવું છે કે આ વાતથી આશ્ચર્ય થવું જોઈએ નહીં કે આ વાયરસ સંક્રમિત પુરુષના સ્પર્મમાં પણ જોવા મળે છે. તેમણે કહ્યું કે ઇબોલા અને ઝિકા વાયરસની પણ આ જ સ્થિતિ છે. તેમણે કહ્યું કે પુરુષ પ્રજનન પર Covid-19ની લાંબા ગાળાની અસર વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર થઈ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube