knee pain relief: હાલના આધુનિક જમાનામાં કેટલીક બેદરકારીઓને કારણે વૃદ્ધ વય તો ઠીક પરંતુ યુવા વયમાં પણ ઘણા લોકોને પેટમાં, હાથમાં, પગમાં દુખાવો થતો હોય છે. મોટા ભાગે શરીરના અંગોમાં દુખાવાની ફરિયાદ લોકો 40ની ઉંમર બાદ કરતા હોય છે. પરંતુ આજના યુવાઓમાં આજે પહેલાના કરતા વધુ આળસ આવી ગઈ હોય તેવું લાગે છે. લોકો બહારી ગેમ્સ ન રમતા હોવાથી તેમના પગનો ઉપયોગ થતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI Repo Rate: નહી ઘટે હોમ લોનનો EMI, રેપો રેટમાં કોઇ ફેરફાર નહી
આ 7 દિવસ સાવધાન રહો 4 રાશિના લોકો, નાનકડી ભૂલ કરાવશે મોટું નુકસાન


મોબાઈલ અને કોમ્પ્યુટરમાં ગેમ્સ રમવાને કારણે યુવાઓનું જીવન એક રીતે બેઠાળું થઈ ગયું છે. બસ આજ કારણે નાનપણમાં પગના ઘુંટણમાં દુખાવો થતો હોય છે. ઘણીવાર પોષણયુક્ત આહાર પણ ન લેવાને કારણે પગના ઘુંટણમાં દુખાવો થતો હોય છે. આવો જાણીએ કે પગના ઘુંટણમાં દુખાવાથી રાહત મેળવવા લોકોએ તેમના આહારમાં શું શું લેવું જોઈએ.


આ 4 બિઝનેસ બનાવી શકે છે માલામાલ! મોટું રોકાણ કરવું હોય તો જાણી લો!
120 વૃક્ષો, 12 વર્ષની ધીરજ, કરોડપતિ બનવાની છે ઇકો-ફ્રેન્ડલી રીત: 1 લાખનું કરો રોકાણ


કેમ થાય છે પગમાં દુખાવો-
જો તમારા શરીરમાં કેલ્શિયમ અથવા પ્રોટીનની કમી છે તો તમને ઘુંટણમાં દુખાવાની સંભાવના વધી જાય છે. ઘણીવાર દુખાવાને કારણે સોજો પણ આવી શકે છે. તેવામાં તમારે રોજના આહારમાં આ 5 વસ્તુઓ ઉમેરવી જોઈએ. આવો જાણીએ.


કેરેબિયાઇ બેટ્સમેને કરી કોહલી અને વિવ રિચર્ડ્સની બરાબરી, વનડેમાં બનાવ્યો મહારેકોર્ડ
9 O, 9M, 0R અને 8W! શું તમે ક્યારેય આવું બોલિંગ પ્રદર્શન જોયું છે? આવે છે નવો સ્પિનર


1) નટ્સ-
આરોગ્ય નિષ્ણાંત મોટા ભાગે નટ્સ ખાવાની સલાહ આપે છે કારણ કે આમાં વિટામીન અને પ્રોટીનની માત્રા વધુ હોય છે. નટ્સ ખાવાથી હાડકા મજબુત બને છે તેમજ ઘુંટણનો દુખાવો રહેતો નથી.


હવે થયો ન્યાય ! પુત્રના મોતનો ન્યાય ન મળ્યો, હવે પિતાએ 7 વખતના ધારાસભ્યને હરાવ્યા
દરેક ભારતીય આ દેશમાં પગ મૂકતાંની સાથે જ બની જાય છે અમીર! 1000 રૂ. બની જશે 2.91 લાખ


2) લીલા પાંદળાવાળા શાક-
કોબી અને બ્રોકોલી જેવા પાંદળાવાળા શાક ખાવાથી શરીરમાં સોજો પેદા કરતા એન્ઝાઈમ્સ ઘટે છે. રોજના આહારમાં લીલા શાકભાજીને ઉમેરવાથી હાડકા મજબુત રહે છે.


3) દૂધ-
દૂધ અને તેના તમામ પ્રોડક્ટ્સમાં વિટામીન-ડી અને કેલ્શિયમની ભરપુર માત્રા હોય છે. જે હાડકાને મજબુત બનાવે છે. દૂધમાં વધુ ફેટ ન હોવું જોઈએ. જો ફેટ વધુ હશે તો શરીરનો વજન પણ વધી શકે છે.


હાડકાંને લોખંડ જેવા બનાવશે મજબૂત, ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, મળશે ચમત્કારીક ફાયદા
શિયાળામાં આ રીતે કરશો આદુનું સેવન તો બીમારીઓ રહેશે દૂર, જાણો ફાયદા


4) ફળ-
કેટલાક ફળો ઘુંટણના દુખાવાને ઠીક કરવામાં કારગર સાબિત થાય છે. આ ફળોમાં સંતરા, સ્ટ્રોબેરી અને ચેરી સામેલ છે. આ ફળોમાં વિટામીન-સી અને લાઈકોપીન જેવા પોષણ હોય છે જે સોજાને ઓછા કરે છે.


5) આદૂ અને હળદર-
આદૂ અને હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આજ કારણે આ મસાલાનો ઉપયોગ સદીઓથી ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. ઘુંટણમાં દુખાવો હોય તો આ 2 વસ્તુને તમારા આહારમાં સામેલ કરો. આદૂ અને હળદરનો ઉકાળો પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે.


B-12 ની ઉણપ હોય તો હળવામાં ના લેતા, નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાશો, વાંચી લો
ધંધો નાનો છે પણ નકામો નથી, ચપટી વગાડતાં જ દર મહિને શરૂ થશે 4થી5 લાખની કમાણી


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)